ટીવીનુ મોસ્ટ ફેવરેટ કપલ બરખા બિષ્ટ અને ઈન્દ્રનિલ સેનગુપ્તા લેશે ડિવૉર્સ, તૂટશે 15 વર્ષનો સંબંધ
Barkha Indraneil Divorce: ટીવીના સૌથી લોકપ્રિય કપલ બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તાના લગ્નમાં તિરાડ પડી ગઈ છે. લગ્નના 13 વર્ષ બાદ હવે બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે. આ કપલ છેલ્લા બે વર્ષથી અલગ રહેતું હતુ. હવે બરખાએ ઈન્દ્રનીલ સાથેના છૂટાછેડા પર પોતાનુ મૌન તોડ્યુ છે.
બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તા વચ્ચે અણબનાવના સમાચાર પહેલાથી જ હતા. અત્યાર સુધી બંનેએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. પરંતુ હવે બરખા બિષ્ટે પુષ્ટિ કરી છે કે બંને ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે અને તે હાલમાં તેની 11 વર્ષની પુત્રી મીરાને એકલી ઉછેરી રહી છે.

ઈ-ટાઈમ્સને આપેલા લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં બરખા બિષ્ટે પોતાના છૂટાછેડા વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યુ, 'હા, ટૂંક સમયમાં જ છૂટાછેડા લેવા જઈ રહ્યા છીએ. તે મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે. હું સિંગલ મધર છું અને મારી પુત્રી મીરા મારી પ્રથમ પ્રાથમિકતા છે. હું OTTમાં સારું કામ કરી રહી છું. ટીવી અને ફિલ્મોમાં સારા પ્રોજેક્ટ કરવા માટે હું હંમેશા તૈયાર છુ.'
જો કે, ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે અભિનેત્રી પાસેથી છૂટાછેડાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે સ્પષ્ટપણે કહેવાનો ઇનકાર કર્યો. રિપોર્ટ્સનું માનીએ તો બરખા બિષ્ટની એક્ટર આશિષ શર્મા સાથેની નિકટતા વધવા લાગી. જેમણે સાથ નિભાના સાથિયામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ જ કારણ છે કે બરખા અને ઈન્દ્રનીલ વચ્ચે અંતર આવી ગયું છે. જો કે અત્યાર સુધી આ અંગે કપલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તાની લવ સ્ટોરી પ્યાર કે દો નામ: એક રાધા, એક શ્યામના સેટ પર શરૂ થઈ હતી. બંનેની મુલાકાત પ્રેમમાં પરિણમી અને પછી બંનેએ વર્ષ 2008માં લગ્ન કરી લીધા. આ પછી વર્ષ 2021માં બંને વચ્ચે અંતર આવવા લાગ્યું અને ત્યારથી ઈન્દ્રનીલ અલગ રહેવા લાગ્યો. જો કે, તેમના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ નિરાશ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
