ટપ્પુ સાથે લગ્ન કરવા જઈ રહી છે બબીતાજી? ટપ્પુએ ફેન્સને આપ્યા ખુશખબર
છેલ્લા કેટલાક સમયથી તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપ્પુ એટલે કે રાજ અનડકટ અને બબીતાજી એટલે કે મુનમુન દત્તાની સગાઈના સમાચાર આવી રહ્યા છે. હવે લગ્નની અટકળો શરૂ થઈ છે.
રાજ અનડકટ આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી તેનું નામ બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા સાથે જોડાઈ રહ્યું છે.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે મુનમુન દત્તા અને રાજ અનડકટે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. જો કે, બાદમાં અભિનેત્રીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને તેને અફવા ગણાવી હતી.
આ દરમિયાન રાજ અનડકટની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ ફેન્સ ફરી એક વખત અનુમાન લગાવવા લાગ્યા છે કે અભિનેતા ટૂંક સમયમાં સારા સમાચાર આપવાના છે.
રાજ અનડકટે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તે હસતાં હસતાં એક કાગળ પર સહી કરી રહ્યો છે. આ ફોટો શેર કરતી વખતે કેપ્શન લખ્યું કે, નવી શરૂઆત.
હવે આ પોસ્ટ વાયરલ થયા પછી ફેન્સ અનુમાન કરવા લાગ્યા કે અભિનેતા ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. ફરી એકવાર મુનમુન દત્તા સાથેના તેના સંબંધોને લઈને ચર્ચા થઈ રહી છે.
રાજ અનડકટની આ પોસ્ટ પર ચાહકો વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, કે ખબર નથી કે તે ક્યા સારા સમાચાર આપવા જઈ રહ્યો છે પણ ભાઈને અભિનંદન.
અન્ય એક યુઝર્સે લખ્યું કે, તમારી નવી શરૂઆત માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અન્ય એકે લખ્યું કે, તમારા બધા સપના સાકાર થાય. જો કે, કેટલાક ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે તે ટૂંક સમયમાં મુનમુન દત્તા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, સમાચાર આવ્યા હતા કે 27 વર્ષના રાજે 36 વર્ષની મુનમુન દત્તા સાથે સગાઈ કરી લીધી છે. ગુજરાત ગયા બાદ બંનેએ તેમના પરિવારના સભ્યોની હાજરીમાં રિંગ એક્સચેન્જ કરી હતી.
જો કે, બાદમાં અભિનેત્રીએ આ અહેવાલોને નકારી કાઢ્યા અને તેને બકવાસ અને નકામી ગણાવી. મુનમુન દત્તા હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીનો રોલ કરી રહી છે. જ્યારે રાજે વર્ષ 2022માં જ શો છોડી દીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
