42 વર્ષની ઉંમરે કિમ શર્મા બોલ્ડનેસની હદ વટાવી, ટૂ-પીસમાં પોઝ આપ્યા!
બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્માએ ફિલ્મ 'મોહબ્બતેં'માં એવી ધમાલ મચાવી કે આજે પણ લોકો તેને આ પાત્ર માટે યાદ કરે છે. જો કે, કિમને એક્ટિંગના આધારે ભલે વધારે સફળતા ન મળી હોય પરંતુ તે હંમેશા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે.
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્માએ ફિલ્મ 'મોહબ્બતેં'માં એવી ધમાલ મચાવી કે આજે પણ લોકો તેને આ પાત્ર માટે યાદ કરે છે. જો કે, કિમને એક્ટિંગના આધારે ભલે વધારે સફળતા ન મળી હોય પરંતુ તે હંમેશા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. કિમ છેલ્લા કેટલાક સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તે સતત હેડલાઈન્સમાં રહે છે.

કિમનો બિકીની લુક
કિમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના અંગત જીવનની ઝલક શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં હવે ફરી એકવાર કિમે તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આમાં તેની સાથે તેની મોટી બહેન પણ જોવા મળી રહી છે. આ તસવીરોમાં કિમ વન શોલ્ડર બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

કિમનો હોટ લુક વાયરલ
કિમ સાથે જોવા મળેલી તેની બહેને પણ આ દરમિયાન બ્લેક મોનોકિની પહેરી હતી. કિમ અહીં બીચ પર ખૂબ જ મસ્તી કરવાના મૂડમાં જોવા મળી રહી છે. આ તસવીરો પોસ્ટ કરીને કિમે તેની બહેનને 50માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તે જ સમયે હવે અભિનેત્રીનો આ હોટ લુક હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કિમ ફિટ દેખાઈ રહી છે
કિમનો આ અવતાર જોઈને તેના ફેન્સ ખૂબ જ દંગ રહી ગયા છે. લોકો અભિનેત્રીના આ લુકને પણ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ચાહકો કિમની ફિટનેસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. 42 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રીએ પોતાને એકદમ ફિટ રાખી છે.

કિમ ડેટિંગના સમાચારોને કારણે ચર્ચામાં છે
ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં કિમ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. ઘણીવાર આ બંને સાથે સમય વિતાવતા જોવા મળે છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને મીડિયાથી છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. તમને જણાવી દઈએ કે કિમે 2010માં બિઝનેસમેન અલી પંજાની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
