અસારાનીના નિધન સાથે કોમેડીના એક યુગનો અંત, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી
અભિનેતા અસરાનીનું નિધન થતા ચાહકો શોકમાં ગરકાવ થયા છે. વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આ એક યુગના અંત સમાન છે. અસરની તેમના અભિનય દ્વારા ભજવેલા કિરદારો માટે હંમેશા યાદ રહેશે.
પોતાના અનોખા અભિનય અને અદ્ભુત કોમિક ટાઈમિંગથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અસરાનીનું જીવન સંઘર્ષ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં કામ કરતા પહેલા અસરનીએ વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.

અસરાનીએ ઓલ ઈન્ડિયા રેડિયોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જ્યાં તેઓ વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. આ કાર્ય માટે તેમને દર મહિને માત્ર 5 રૂપિયા મળતા હતા. ખાસ વાત તો એ છે કે, તેઓ આ પૈસાનો ઉપયોગ પોતાની સ્કૂલ ફી ભરવા માટે કરતા હતા અને તેમાંથી થોડા પૈસા બચાવતા પણ હતા.
અસરાનીનું જીવન સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. મુંબઈ આવ્યા પછી તેમણે ફિલ્મોમાં કામ કર્યું અને પૈસાની સાથે પોતાનું એક અલગ સ્થાન પણ બનાવ્યું. અસરાનીએ શાળાના દિવસોમાં જ અભિનય પ્રત્યેની પોતાની રુચિને ઓળખી લીધી હતી અને ફિલ્મ જગતમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો.
જોકે, તેમની શરૂઆતની ફિલ્મી કારકિર્દીમાં ઘણા અસ્વીકૃતિઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મુશ્કેલીઓ અને અસ્વીકૃતિઓથી તેમણે હાર ન માની અને પહેલા ગુજરાતી થિયેટર અને ફિલ્મોમાં કામ કર્યું. ત્યારબાદ, હિન્દી સિનેમામાં પોતાની જગ્યા બનાવી અને ઘણા યાદગાર પાત્રો ભજવ્યા.
ફિલ્મો ઉપરાંત, અસરાનીએ થિયેટરમાં પણ પોતાની ઓળખ બનાવી. 1970 અને 80ના દાયકામાં અસરાનીની હિન્દી ફિલ્મોનો એક મહત્વપૂર્ણ ચહેરો બની ગયા હતા.
તેમની કોમિક ટાઈમિંગ અને ડાયલોગ ડિલિવરીએ તેમને ઘર-ઘર સુધી પહોંચાડ્યા. 'શોલે' ફિલ્મમાં જેલરના પાત્રથી લઈને 'ચુપકે ચુપકે', 'અભિમાન' અને 'ગોલમાલ' જેવી ફિલ્મોમાં તેમના પાત્રોએ દર્શકોને ખૂબ હસાવ્યા.
અસરની એક ઉત્તમ અભિનેતા હોવાની સાથે થિયેટર સાથે પણ હંમેશા જોડાયેલા રહ્યા. અસરનીનો પરિવાર પાકિસ્તાનથી જયપુર આવ્યો હતો અને ત્યારબાદ અહીંથી તેમણે મુંબઈમાં રૂપેરી પડદા સુધીની સફર ખેડી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
