પ્રેગનેંટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે માલદીવ્ઝમાં રજાઓ માણી રહ્યા છે અર્જૂન રામપાલ

અભિનેતા અર્જૂન રામપાલ હાલમાં પોતાની પ્રેગનેંટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દેમિત્રિયાદ સાથે રજાઓ માણવા માલદીવ્ઝ પહોંચ્યા છે.

અભિનેતા અર્જૂન રામપાલ હાલમાં પોતાની પ્રેગનેંટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દેમિત્રિયાદ સાથે રજાઓ માણવા માલદીવ્ઝ પહોંચ્યા છે. અર્જૂન રામપાલ અને તેમની પત્નીને 2 બાળકો છે. એવામાં હાલમાં જ રામપાલે ત્રીજી વાર પિતા બનવાની વાતનો ખુલાસો કરીને ગેબ્રિઆલાના બેબી બંપ સાથે ફોટો શેર કર્યો હતો. હવે તે ગેબ્રિએલા સાથે રજાઓ માણવા માલદીવ્ઝ પહોંચ્યા છે અને ત્યાંથી સુંદર ફોટા શેર કર્યા છે. તેમણે ગેબ્રિએલા સાથે સમુદ્રમાં બેઠેલો ફોટો શેર કર્યો છે. ફોટોના કેપ્શનમાં લખ્યુ છે કે - જ્યારે તમે આ બધા સાથે જાગો છો ત્યારે જાણો છો કે તમે ભાગ્યશાળી છો.

અર્જૂન અને મેહરે પૂરા કર્યા 20 વર્ષના લગ્ન

તમને જણાવી દઈએ કે અર્જૂન રામપાલ અને તેમની પત્ની મેહર જેસિયા એકબીજાથી અલગ થઈને પોતાના 20 વર્ષના લગ્ન ખતમ કરી દીધા હતા. અર્જૂન અને મેહરને બે દીકરીઓ છે. મિસ ઈન્ડિયા રહેલી મેહર અને અર્જૂન વર્ષ 2015માં જ બાંદ્રાની ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા હતા.

હંમેશા એકબીજા માટે હાજર રહેશે

હંમેશા એકબીજા માટે હાજર રહેશે

અર્જૂન રામપાલ અને મેહરે સંબંધને ખતમ કરતી વખતે સાથે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે, '20 વર્ષના આ સુંદર સફર બાદ અમે અલગ દિશામાં આગળ વધી રહ્યા છે. અમે એકબીજા માટે રહ્યા છે અને આગળ પણ રહીશુ. અમે એક પરિવાર છે અને એકબીજા માટે આ પ્રેમ આ જ રીતે રહેશે. ખાસ કરીને અમારા બાળકો માહિકા અને માયરા માટે. સંબંધો ખતમ થઈ જાય છે પરંતુ પ્રેમ રહે છે.'

ઉડી હતી અર્જૂન અને સુજાન ખાનના અફેરની અફવા

ઉડી હતી અર્જૂન અને સુજાન ખાનના અફેરની અફવા

થોડા સમય પહેલા અર્જૂન અને ઋતિક રોશનની પૂર્વ પત્ની સુજાન ખાનના અફેરની અફવા ઉડી હતી. ત્યારે એમ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે અર્જૂન મેહરને છૂટાછેડા આપીને સુજાન ખાન સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. પરંતુ લગ્ન ખતમ થયા બાદ અર્જૂન ગેબ્રિએલી સાથે જોવા મળવા લાગ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X