અનુષ્કા શર્માએ ફેન્સને ખુશખબર આપ્યા, કોહલીના ઘરે નવા મહેમાનનું આગમન
અનુષ્કા શર્માની પ્રેગનન્સીના અહેવાલો બાદ હવે તેને ફેન્સને ખુબખબર આપ્યા છે. કોહલી-અનુષ્કાના ઘરે નવા મહેમાનનું આગમન થયુ છે.
એક દિકરીના માતા-પિતા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમના બીજા બાળકને જન્મ આપ્યો છે. વિરાટ અને અનુષ્કાના ઘરે નાનકડા પુત્રનું આગમન થયુ છે. આ કપલે પુત્રનું નામ પણ રાખી દીધુ છે. અનુષ્કાએ ખુદ પોતાના બીજા બાળકની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અભિનેત્રીએ થોડા સમય પહેલા પોતાના પુત્ર વિશે ચાહકોને આ ખુશખબર આપી હતી. અનુષ્કાએ કહ્યું કે, અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે 15 ફેબ્રુઆરીએ અમારા પુત્ર અને વામિકાના નાના ભાઈ અકાય આપનું સ્વાગત કરી રહ્યાં છીએ છે. અમે તમારા આશીર્વાદની કામના કરીએ છીએ.
આ સાથે અનુષ્કાએ ફેન્સને પ્રાઈવસીનું સન્માન કરવાની પણ વિનંતી કરી. આ સમાચાર સામે આવતા જ ચાહકોમાં ખુશીનો માહોલ છે. ચાહકો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
જણાવી દઈએ કે અનુષ્કાની પ્રેગ્નન્સી છેલ્લા ઘણા મહિનાઓથી સમાચારોમાં હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી ગર્ભવતી છે અને તેના બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. જો કે, બંને તરફથી આ બાબતે કોઈ ખુલાસો કરાયો નહોતો.
જો કે આ દરમિયાન સાઉથ આફ્રિકન ક્રિકેટર એબી ડી વિલિયર્સે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બંનેના આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. ત્યા સુધી માનવામાં આવતું હતું કે આ માત્ર અફવા જ છે.












Click it and Unblock the Notifications
