Animal Twitter Review: બ્લૉકબસ્ટર, વન મેન શો, આગ લગાડી દીધી..., વાંચો રણબીરની ફિલ્મ પર લોકોની પ્રતિક્રિયા

Animal Movie Twitter Review: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રણબીર કપૂર, અનિલ કપૂર, બૉબી દેઓલ અને રશ્મિકા મંદાના અભિનીત આ ફિલ્મ મેઘના ગુલઝારની સેમ બહાદુરની સાથે રિલીઝ થઈ છે.

સવારથી જ ચાહકો રણબીર કપૂરની આ ફિલ્મને લઈને ક્રેઝી દેખાઈ રહ્યા છે. હાલમાં, ટ્વિટર પર ચાહકોની સમીક્ષાઓ અને પ્રતિક્રિયાઓ આવી રહી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.

animal

લોકો તેને પસંદ કરી રહ્યા છે અને કેટલાકે તેને બ્લૉકબસ્ટર પણ ગણાવી છે. જો કે, કેટલાક લોકો એવા છે જેઓ રણબીર કપૂરની આ ધમમાકેદાર એક્શન થ્રિલરને બોરિંગ કહી રહ્યા છે. તમે જુઓ પ્રતિક્રિયા...

એક દર્શકે લખ્યું છે કે, આ ફિલ્મ હમણાં જ પૂરી થઈ છે. પ્રથમ 25 મિનિટ અને રણબીરના મંત્રમુગ્ધ પ્રદર્શને મને ખરેખર રોમાંચિત કરી દીધો, આ ખૂબ જ મોટું થવાનુ છે.

એકે લખ્યું, "એક્શનમાં રણબીર કપૂરની વાત જ કંઈક અલગ છે, તેણે બધી અપેક્ષાઓ પાર પાડી દીધી છે." #Animal પછી, RK પર એક્શન ફિલ્મની ઑફર્સની ભરમાર થઈ જશે. તેજ, ચાલાક. એવું કંઈ નથી જે તે ન કરી શકે."

એકે લખ્યું, "તે એક બ્લૉકબસ્ટર ફિલ્મ છે." બીજાએ લખ્યું, "તે ફક્ત વન મેન શો છે." બીજાએ લખ્યું, "કંટાળાજનક ફિલ્મ, મેં આવવામાં ભૂલ કરી." આ રીતે લોકોએ પ્રતિક્રિયા આપી. આ ફિલ્મમાં રણબીર કપૂર એક મોટા બિઝનેસમેન બલબીર સિંહ (અનિલ કપૂર)નો પુત્ર છે. તેનું નામ અર્જુન સિંહ છે. જો કોઈ તેના પિતાને દુઃખ પહોંચાડે તો દુનિયાને આગ લગાડવા તૈયાર રહે છે.

બંને વચ્ચેનો સંબંધ ત્યારે ચરમસીમાએ પહોંચે છે જ્યારે કોઈ તેના પિતા પર હુમલો કરે છે. ફિલ્મમાં બૉબી દેઓલને અર્જુનના દુશ્મન તરીકે દર્શાવવામાં આવ્યો છે જ્યારે રશ્મિકા મંદાનાએ રણબીરની પત્નીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X