રેસ છોડી ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલે ચાલ્યાં અનિલ કપૂર

Anil Kapoor
મુંબઈ, 19 જાન્યુઆરી : અનિલ કપૂર બૉલીવુડના એક એવા એક્ટર છે કે જેઓ દેશમાં જ નહીં, પણ વિદેશોમાં પણ પોતાના વ્યક્તિત્વ તેમજ એક્ટિંગ માટે ખૂબ પ્રસિદ્ધ છે. બૉલીવુડથી લઈ હૉલીવુડ સુધીની ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો સિક્કો જમાવી ચુકેલ અનિલ કપૂરનો એવાં અનેક ઍવૉર્ડ્સ મળ્યાં છે કે જે પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ઇન્ડિયન એક્ટર છે.

સમાચાર છે કે ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ અનિલ કપૂરને આમંત્રિત કરાયાં છે અને તેઓ પ્રથમ ભારતીય અભિનેતા છે કે જેમને આ ફિલ્મ ફેસ્ટિવલનું આમંત્રણ મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ફેસ્ટિવલ દરમિયાન અનિલ કપૂરની ફિલ્મો અંગે વાત કરવામાં આવશે. અનિલ કપૂરના એક નજીકના મિત્રે જણાવ્યું - અનિલ કપૂર આ એકેડેમી ઍવૉર્ડ્સ માટે એક સેગમેંટમાં પાર્ટીસિપેટ કરશે કે જેનું નામ છે સ્લમડૉગ મિલેનિયર બાદની વાતો. અનિલ કપૂર આજે હૉલીવુડના જાણીતાં ચહેરા બની ચુક્યાં છે. આ ઍવૉર્ડ્સ દરમિયાન અનિલ કપૂરની ફિલ્મો અંગે 20 મિનિટની ચર્ચા થશે અને સાથે જ તેમની આવનાર ફિલ્મો અંગે અનિલ પોતે દર્શકોને બતાવશે.

આ ઇવેન્ટ 21મી જાન્યુઆરીના રોજ થશે. જોકે અનિલ કપૂર તે વખતે પોતાની ફિલ્મ રેસ 2ના પ્રમોશનમાં વ્યસ્ત હશે કે જે આવતા શુક્રવારે રિલીઝ થવાની છે, પરંતુ અનિલ કપૂર આ ઇવેન્ટ છોડવા નથી માંગતાં. અનિલને જ્યારે પુછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું - હા, મને ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રિત કરાયું છે અને હું તેમાં જઈ પણ રહ્યો છું. મને ખૂબ ખુશી છે કે મને આ ઇવેન્ટ માટે આમંત્રણ મળ્યું.

નોંધનીય છે કે અનિલ કપૂરની આ વર્ષે આવનાર ફિલ્મોમાં રેસ 2નો પણ સમાવેશ થાય છે કે જે સૈફ અલી ખાનની રેસ ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં અનિલ સાથે સૈફ, અમીષા પટેલ, દીપિકા પાદુકોણે તથા જ્હૉન અબ્રાહમ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X