આ વ્યક્તિ સાથે રેખા પતિ-પત્નીની જેમ રહેતી હોવાનો આરોપ, જાણો કોણ છે વ્યક્તિ?
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને એક જમાનાની સુપર સ્ટાર રેખાની પુરી લાઈફ વિવાદોથી ભરેલી છે. રેખા તેના ફિલ્મી કરિયર સાથે સાથે તેની વિવાદીત લાઈફ માટે સતત ચર્ચામાં રહી છે. રેખા ક્યારેક અમિતાભ બચ્ચન સાથે અફેર તો ક્યારેક તેના પતિના સ્યૂસાઈડને કારણે સતત વિવાદોમાં રહી છે.
બોલિવૂડમાં રેખા એક એવી અભિનેત્રી છે જેની પાસે બધા જ સવાલોના જવાબ હોય છે. જો કે રેખાને લઈને એક વિવાદ એવો છે જેનો જવાબ હજુ સુધી મળી શક્યો નથી. આ બાબતે આરોપો લાગતા રહ્યા છે.

રેખાનું નામ ફરઝાના નામની વ્યક્તિ સાથે ઘણી વખત જોડવામાં આવ્યું છે. ફરજાના રેખાની પર્શનલ સેક્રેટરી છે. ફરઝાના પહેલા રેખાની હેર ડ્રેસર હતી પરંતુ વર્ષ 1989માં રેખાએ તેને પોતાની સેક્રેટરી બનાવી દીધી. હાલ પણ બન્ને સાથે જ છે.
1990માં રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના એક વર્ષમાં જ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી બધાને આશ્ચર્ય થયું કે લગ્નને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ તેણે આત્મહત્યા કરી લીધી. આ આત્મહત્યા માટે રેખાને જવાબદાર ગણાઈ હતી. મુકેશ અગ્રવાલના મૃત્યુ બાદ તેની ભાભી અને ભાઈએ રેખા પર ફરઝાના અને રેખાના સંબંધોને લઈને ગંભીર આરોપો લગાવ્યા હતા.
રેખાની જેઠાણી અને મુકેશ અગ્રવાલની ભાભીના નિવેદને તે સમયે સૌને ચૌકાવ્યા હતા. રેખા અને ફરઝાનાના સંબંધો ખૂબ જ વિચિત્ર હતા. બંને મિત્રો કે બહેનના સંબંધથી કંઈક અલગ હતા. રેખાની જેઠાણીએ આરોપ લગાવ્યો કે તે ફરઝાના સાથે પતિ-પત્નીના સંબંધો રાખે છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે તેણે આ બધું પોતાની આંખોથી જોયું છે.
તેણે આરોપો લગાવતા કહ્યું કે, જ્યારે પણ રેખા અમારી સાથે દિલ્હી આવતી ત્યારે તે પરિવાર સાથે ખૂબ જ સારું વર્તન કરતી હતી. પરંતુ જ્યારે તે મુંબઈ ડતી ત્યારે તે ત્યાં ફરઝાનાને ળઈને સતર્ક થઈ જતી. મુકેશ અગ્રવાલના ભાઈ જણાવે છે કે જ્યારે મુકેશ અગ્રવાલ આ વિશે પૂછતા હતા ત્યારે રેખા તેમની સામે બૂમો પાડતી હતી. રેખાની જેઠાણીએ તો એ પણ કહ્યું કે, જો રેખા અને મુકેશ મળ્યા ન હોત તો આજે મુકેશ જીવતા હોત.
અહીં તમને જણાવી દઈએ કે ફરઝાના અને રેખા હજુ પણ સાથે છે અને લગભગ ત્રણ દાયકાથી પડછાયાની જેમ સાથે જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ રેખાને મળવા માંગે છે તો પહેલા ફરઝાના પાસેથી પરવાનગી લેવી પડે છે. રેખા અને ફરઝાનાના સંબંધો વિશે અત્યાર સુધી કોઈ માહિતી બહાર આવી નથી અને આજ સુધી કોઈ આ રહસ્યને ઉકેલી શક્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
