આલિયા કશ્યપ સગાઈમાં રોમેન્ટિક થઈ, પતિ સાથે કિસ કરતા ફોટો શેર કર્યા
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દિકરી આલિયા તેના હોટ એન્ડ બોલ્ડ અવતાર માટે જાણીતી છે. હવે આલિયાએ સગાઈ કરી છે. આલિયા સગાઈ દરમિયાન તેના હસબન્ડ સાથે બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.
હાલમાં જ આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે સગાઈની રીંગ સાથે જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને આલિયાએ ઇન્ડોનેશિયાના બાલીથી તેના ફિયાન્સે શેન ગ્રેગોઇર સાથે સગાઈના સમાચાર શેર કર્યા છે.

ફોટોમાં આલિયા સગાઈથી ખુશ જોવા મળી રહી છે. આલિયા તેની સગાઈની રીંગ બતાવતી જોવા મળી રહી છે. અહીં આલિયા તેના ફિયાન્સે રોમેન્ટિક અંદાજમાં લીપ લોક કરતી જોવા મળી રહી છે.
અહીં આલિયાએ આ ફોટો સાથે એક કેપ્શન પણ લખ્યુ છે. આલિયાએ ફોટો સાથે લખ્યુ કે, તો આ થઈ ગયું. મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનસાથી અને હવે મારા ફિયાન્સ. મને એ દેખાડવા બદલ આભાર કે સાચો પ્રેમ કેવો હોય છે. આ સૌથી સરળ વસ્તુ હતી અને હું હવે મારી બાકીની જીંદગી તમારી સાથે વિતાવવા માટે રાહ જોઈ શકતી નથી, માય લવ.
આલિયા અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની અને ફિલ્મ એડિટર આરતી બજાજની પુત્રી છે. આલિયાના ફિલ્મ નિર્માતા પિતા અનુરાગ કશ્યપ દેવ.ડી, ગેંગ્સ ઓફ વાસેપુર, મુક્કાબાઝ, લસ્ટ સ્ટોરીઝ, ઘોસ્ટ સ્ટોરીઝ, ચોક્ડઃ પૈસા બોલતા હૈ, મનમર્ઝિયા જેવી ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે. આલિયા પણ સોશિયલ મીડિયા પર જાણીતી છે.












Click it and Unblock the Notifications
