રજનીકાંતની દીકરી ઐશ્વર્યાના ઘરે લાખોની ઘરેણાંની ચોરી, ડ્રાઈવર અને નોકરાણીની ધરપકડ
ઐશ્વર્યાના રજનીકાંતના ઘરમાંથી સોના અને હીરાના ઘરેણાં ચોરી થઈ ગયા છે. ઐશ્વર્યાએ ઘરમાં ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

Aishwarya Rajnikanth: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી અને ધનુષની એક્સ. વાઈફ ઐશ્વર્યાના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે. ઐશ્વર્યાના ઘરમાંથી સોના અને હીરાના ઘરેણાં ચોરી થઈ ગયા છે. ઐશ્વર્યાએ ઘરમાં ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. ફરિયાદમાં ઐશ્વર્યાએ દાવો કર્યો છે કે ચેન્નઈ સ્થિત તેના ઘરે લૉકરમાંથી હીરા અને સોનાના ઘરેણાં ચોરી થઈ ગયા છે. જેની કિંમત લગભગ 3.60 લાખ રુપિયા છે.
આ કેસમાં પોલીસે ઐશ્વર્યાની નોકરાણી અને ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ લોકોની ઐશ્વર્યાના ઘરેથી ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ડ્રાઇવર વેંકટેશના કહેવાથી નોકરાણી ઇશ્વરીએ સોનાના દાગીના, હીરાના દાગીના અને ચાંદીના દાગીના ચોરી લીધા હતા. ઇશ્વરી 18 વર્ષથી ઐશ્વર્યાના ઘરમાં કામ કરે છે, તેથી તે ઘર વિશે બધુ જ જાણતી હતી.
ઇશ્વરી 18 વર્ષથી ઐશ્વર્યાના ઘરમાં કામ કરે છે, તેથી તેને ઘરમાં ક્યાં શું પડ્યુ છે તેની બધી ખબર હતી. તેણે અનેક વખત લૉકર ખોલીને ચોરી પણ કરી છે. લૉકરની ચાવી ક્યાં છે તેની પણ નોકરાણીને જાણ હતી. તે ઘણીવાર લૉકર પણ ખોલતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, નોકરાણીએ કેટલાક ઘરેણાંની ચોરી કરી હતી અને તે પૈસાથી ઘર ખરીદ્યુ હતુ. નોકરાણી પાસેથી ઘરના કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ઐશ્વર્યા એક ફિલ્મ નિર્માતા છે, તેણે જણાવ્યુ કે ચોરેલા દાગીના તેણે 2019માં તેની બહેન સૌંદર્યાના લગ્નમાં પહેર્યા હતા. આ લગ્ન બાદ તેણે આ ઘરેણાં લૉકરમાં રાખ્યા હતા. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર, ઐશ્વર્યાના દાગીનાની જાણકારી ઘરના કેટલાક નોકરોને પણ હતી.
10 ફેબ્રુઆરીએ ઐશ્વર્યાએ છેલ્લી વાર તેનુ લૉકર ખોલ્યુ હતુ. જ્યારે તેણે જોયુ કે લૉકરની અંદર દાગીના ગાયબ હતા ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ 381 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
