Shock: ઓલિમ્પિક્સ કોન્ટ્રોવર્સીમાં ઐશ્વર્યાએ સલમાનનો સાથ આપ્યો!
જ્યારથી બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ભારતીય ઓલિમ્પિક્સ એસોસિયેશન દ્વારા રિયો ઓલિમ્પિક્સના ગુડવિલ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે ત્યારથી એક નવો જ વિવાદ ઊભો થઇ ગયો છે. એક તરફ જ્યાં ભારતીય ખેલાડીઓ જેમ કે યોગેશ્વર દત્ત અને મિલ્ખા સિંહે આ વાતે સલમાન ખાન જેવા બોલીવૂડ સ્ટારનો વિરોધ કર્યો છે. ત્યાં જ કેટલાક લોકોએ સલમાન ખાનનો સપોર્ટ પણ કર્યો છે. પણ સલમાનના સપોટરમાં જો કોઇ નામ ખરેખરમાં આશ્ચર્ય પહોંચાડે તેવું છે તો તે છે ઐશ્વર્યા રાય. કોઇના માટે પણ માનવું અશક્ય છે કે ઐશ્વર્યા રાય બચ્ચને આ મામલે સલમાન ખાનને સપોર્ટ કર્યો છે.
પણ હકીકત એ છે કે આવું બન્યું છે ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઇમાં આયોજીત કરેલી લોરિયલની એક ઇવેન્ટ દરમિયાન આ ધટસ્ફોટ કર્યો છે. જ્યારે સલમાન ખાનની પસંદગી અંગે ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું તો ઐશ્વર્યાએ સલમાનનો સાફ સાફ બચાવ કર્યો. ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચનથી લઇને કેટરીના કૈફ તથા અન્ય ખેલાડીઓ અને બોલીવૂડ સ્ટારે આ અંગે શું કહ્યું તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ઐશ્વર્યા રાય બચ્ચન શું કહ્યું
ઐશ્વર્યાએ સલમાનના સાથ આપતા કહ્યું કે "કોઇ પણ વ્યક્તિ જે સારું કરી રહ્યો હોય, દેશના પ્રતિનિધ્વત્વ કરવા માટે ઉપયુક્ત હોય..તે કોઇ પણ હોય...કોઇ પણ વ્યવસાય, કલા કે સંગીતથી જ જોડાયેલો કેમ ના હોય...મને લાગે છે કે શ્રેષ્ઠ છે કે તેને માન્યતા આપવી જોઇએ."

કેટરીના કૈફ
જો કે રસપ્રદ વાત તો એ રહી કે જ્યારે આ જ સલાવ કેટરીના કૈફને પૂછવામાં આવ્યો તો તેણે આ સવાલને ઇગ્નોર કરતા કહ્યું કે "સલમાન ખાનનું નામ કોઇ કોન્ટ્રોવર્સીમાં આવવું નવી વાત નથી"

કેમ વિવાદ થયો
નોંધનીય છે કે હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન આવી રહી છે જેમાં તે એક પહેલવાનનો રોલ પ્લે કરી રહ્યા છે અને ખુદ સલમાને જ ઓલિમ્પિક્સ રમતોના ગુડવિલ એમ્બેસેડર બનાવનો વિચાર વ્યક્ત કર્યો હતો. જે બાદ ભારતીય એસોસિયેશન પણ તેને સ્વીકાર્યો.

ખાલી સલમાન નહીં આ પણ
નોંધનીય છે કે સલમાન સાથે બોક્સર મેરી કોમ અને હોકી કેપ્ટન સરદાર સિંહ તથા શૂટર અપૂર્વી ચંન્દેલા પણ આ કાર્યક્રમમાં હાજર હતી. વળી ભારતીય ઓલિમ્પિક્સ એસોસિયેશન કહેવું છે કે સલમાન ખાનના સ્ટાડમના કારણે આ વધુ પોપ્યુલારીટી મળશે જે આ રમતો માટે સારી વાત છે.

મેરી કોમ પણ કહ્યું સલમાન બેસ્ટ
આ જ ઇવેન્ટમાં હાજર રહેલી જાણીતી બોક્સર મેરી કોમે પણ કહ્યું કે સલમાન જેવા બોલીવૂડ સેલેબ્રિટી માસ અપીલ ધરાવે છે જે દ્વારા ઓલિમ્પિક્સ રમતો વિષે લોકો જાગૃત થતા હોય તો તે એક સારી વાત છે. આમ કહીને તેને સલમાન ખાનની ભૂમિકાને આવકારી હતી.

યોગેશ્વર દત્ત
જો કે જાણીતા બોક્સર યોગેશ્વર દત્તે સૌથી પહેલા સલમાન ખાનનો ગુડવિલ એમ્બેસેડર બનાવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. યોગેશ્વરનું કહેવું હતું કે "ભારતમાં કોઇને પણ ફિલ્મ પ્રમોટ કરવાનો અધિકાર પણ ઓલિમ્પિક્સ ફિલ્મોને પ્રમોટ કરવાની જગ્યા નથી." વળી યોગેશ્વરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે "કોઇ મને જણાવે ગુડવિલ એમ્બેસેડર રોલ શું હોય છે? તમે કેમ લોકોને ઉલ્લુ બનાવો છો?"

મિલ્ખા સિંહ
તો મિલ્ખા સિંહે પણ યોગેશ્વરનો સાથ આપતા કહ્યું હતું કે "પીટી ઉષા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને અજીત પાલ જેવા ભારતના અનેક જાણીતા રમતવીરો તેમના પરસેવા અને લોહીથી દેશનું નામ ઊંચુ કર્યું છે. ત્યારે આપણે ગુડવિલ એમ્બેસેડર માટે બોલીવૂડથી કોઇને લાવાની શું જરૂર?"

સલીમ ખાનનો બચાવ
જો કે સલમાન ખાનના પિતા સલીમ ખાને ટ્વિટર દ્વારા સલમાન ખાનનો બચાવ કરતા કહ્યું હતું કે "સલમાન ભલે કદી હરિફાઇમાં ભાગ ના લીધો હોય પણ તે એ લિસ્ટ સ્વીમર, સાઇકલીસ્ટ અને વેટ લિફ્ટર છે. અમારા જેવા રમત વીરોના કારણે જ સ્પોર્ટમેન આટલું સારું પ્રદર્શન આપી રહ્યા છે!"
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
