Pics : બાબુરાવનો શ્યામ તો બૉલીવુડનો ‘શ્રવણ’ છે...
મુંબઈ, 1 માર્ચ : હેરાફેરી અને ફિર હેરાફેરી જેવી ફિલ્મો જોઈ હોય, તો બાબુરાવ અને શ્યામથી તમે અજાણ નહીં જ હશો. બાબુરાવને હમેશા રાજૂ હેરાન કરતો હોય છે, પણ શ્યામ હંમેશા બાબુરાવની પડખે અને મદદે રહેતો હોય છે.
હા જી, અમે વાત કરી રહ્યાં છે સુનીલ શેટ્ટીની. રૂપેરી પડદે જુલ્મો અને અત્યાચારો સામે તથા ગરીબો માટે ભાઈ બનીને લડનાર સુનીલ શેટ્ટી રીયલ લાઇફમાં પણ ખૂબ જ સંવેદનશીલ માણસ છે અને માત્ર સંવેદનશીલ વ્યક્તિ જ નહીં, પણ તેઓને માતા-પિતાની સેવાની બાબતમાં બૉલીવુડના શ્રવણ કહી શકાય છે.
સુનીલ શેટ્ટી છેલ્લા ઘણા વખતથી લીડ રોલ ધરાવતી કોઈ ફિલ્મમાં નજરે પડ્યાં નથી. એટલું જ નહીં, હાલમાં તેમણે પોતાનું તમામ શૂટિંગ કામ અને બીજી ફિલ્મી કૅરિયર સંબંધી વાતો ઉપર બ્રેક મારી દીધી છે. અહીં સુધી કે તેઓ પોતાની દીકરી અથિયાની પ્રથમ ફિલ્મ હીરોના શૂટિંગમાં પણ હાજર નથી કે જે મનાલી ખાતે ચાલી રહી છે. જાણો છો કેમ? કારણ કે સુનીલ શેટ્ટી હાલમાં તમામ કામો અને બીજી પ્રાથમિકતાઓ એક બાજુ મૂકી પોતાના બીમાર પિતાની સેવામાં લાગેલા છે. સુનીલે પપ્પાને કોઈ પણ જાતની તકલીફ ન પડે, તે માટે દક્ષિણ મુંબઈ ખાતે આવેલ પોતાના ઘરને જ આઈસીયૂમાં તબ્દીલ કરી નાંખ્યું છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઘરમાં જ આઈસીયૂ
સુનીલ શેટ્ટી હાલ બીમાર પિતાની સેવામાં લાગેલા છે અને તેમણે પોતાના ઘરને જ આઈસીયૂમાં તબ્દીલ કરી નાંખ્યું છે.

મિશ્ર લાગણીઓ
સુનીલે જણાવ્યું - હું ત્રણ મહીનાથી બરાબર ઉંઘ્યો નથી. હાલ મારા મનમાં મિશ્ર લાગણીઓ આવી રહી છે. એકબાજુ મારી દીકરી અથિયા પોતાનું ફિલ્મી કૅરિયર શરૂ કરવા જઈ રહી છે અને બીજી બાજુ મારા પિતા આટલા બીમાર છે.

અથિયા-સૂરજ મનાલીમાં
સુનીલના પુત્રી અથિયા શેટ્ટી અને આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી હાલમાં મનાલી ખાતે હીરો ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

અમારું ધ્યાન પિતાની સારસંભાળમાં
સુનીલે જણાવ્યું - અથિયાનું કૅરિયર શરૂ થવાનો ઉત્સાહ દુર્ભાગ્યે દુઃખમાં બદલાઈ ગયો છે. હાલ હમારા સૌનું ધ્યાન મારા પિતાની સારસંભાળમાં છે.

આફતાબ મુદ્દે આશ્ચર્યમાં સુનીલ
સુનીલ શેટ્ટીને એ બાબતનો પણ આશ્ચર્ય છે કે લોકો અભિનેતા આફતાબ શિવદાસાણી સાથે તેમના ઝગડાની ખોટી વાર્તાઓ ઊભી કરી રહ્યાં છે.

આફતાબ વિનમ્ર વ્યક્તિ
સુનીલે જણાવ્યું - હું કોઈની સાથે ઝગડો કઈ રીતે કરી શકું. કમ સે કમ આફતાબ જેવા વ્હાલા અને વિનમ્ર માણસ સાથે તો નહીં જ.

પિતા સૌથી મહત્વના
સુનીલે જણાવ્યું - આવી વાર્તાઓ વાંચીને તો શરમ આવે છે. ખાસ તો એવા સમયે કે જ્યારે હું પોતે આટલા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છું. હાલ પિતા કરતા વધુ મારા માટે કંઈ જ મહત્વનું નથી.

ફિલ્મોની ઑફર્સ ઠુકરાવી
સુનીલ શેટ્ટી પિતાની સારસંભાળની જવાબદારી બજાવવા માટે અનેક ફિલ્મોની ઑફર્સ ઠુકરાવી ચુક્યાં છે.

પિતા પાછા નહિં આવે
સુનીલે જણાવ્યું - ફિલ્મોની ઑફર્સ તો બાદમાં પણ આવતી જ રહેશે. પિતા સાથે હાલમાં પસાર થતો સમય મારા માટે મહત્વનો અને બહુમૂલ્ય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
