રાજ કુંદ્રા બાદ હવે શિલ્પા શેટ્ટી પોલીસની રડારમાં, છેતરપિંડીના કેસમાં શિલ્પા અને તેની માતાની પુછપરછ થઈ શકે છે!
રાજ કુન્દ્રા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લખનઉમાં નોંધાયેલા છેતરપિંડીના કેસની તપાસ માટે એક ટીમ મુંબઈ માટે રવાના થઈ છે.
રાજ કુન્દ્રા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લખનઉમાં નોંધાયેલા છેતરપિંડીના કેસની તપાસ માટે એક ટીમ મુંબઈ માટે રવાના થઈ છે. તે આજે સાંજ સુધીમાં મુંબઈ પહોંચી જશે. અહીં તે શિલ્પા અને તેની માતા સુનંદાની પૂછપરછ કરી શકે છે.

આરોપ છે કે 'Iosis Slimming Skin Salon and Spa Wellness Center' ની શાખા ખોલવાના નામે કંપનીના લોકોએ બે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. પૈસા લીધા પછી પણ અભિનેત્રી અને તેની માતાએ તેમનું કમિટમેન્ટ પૂરૂ કર્યુ નથી. શાખા ખોલતી વખતે ન તો શિલ્પા ત્યાં પહોંચી, ન તો તેની કંપનીના લોકોએ મદદ કરી.
આ કેસમાં લખનઉના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં ઓમેક્સ હાઇટ્સમાં રહેતી જ્યોત્સના ચૌહાણ અને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં રોહિત વીરસિંહે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. બંને કેસની તપાસમાં શિલ્પા અને તેની માતા સુનંદાની ભૂમિકા સામે આવી છે. હઝરતગંજ પોલીસે એક મહિના પહેલા બંનેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં વિભૂતિખંડ પોલીસની ટીમ નોટિસ આપવા માટે મુંબઈ પહોંચી રહી છે.
જ્યોત્સના ચૌહાણે ગયા વર્ષે જૂનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે વેલનેસ સેન્ટર ખોલવાના નામે કિરણ વાવા, વિનય ભસીન, અનિકા ચતુર્વેદી, ઇશરફિલ, નવનીત કૌર, આશા, પૂનમ ઝા સહિતના લોકોએ Iosys કંપની તરફથી બે વખતમાં 2.5 કરોડ રૂપિયા વસુલ્યા. કંપનીના લોકોએ જ સેન્ટર ખોલવા માટે માલ મોકલ્યો હતો. જેના બદલામાં રૂપિયા વસુલ્યા. આરોપ છે કે આ માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્રના ઉદ્ઘાટનમાં સેલિબ્રિટીના આગમનની વાત હતી. આરોપ છે કે ઉદ્ઘાટનના થોડા સમય પહેલા જ તેણે આ વાયદાનો ભંગ કર્યો હતો.
ડીસીપી પૂર્વ સંજીવ સુમન પોતે આ હાઇપ્રોફાઇલ કેસ પર નજર રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મામલો ખૂબ જ હાઈપ્રોફાઈલ અને સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં આ મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવા એકત્ર કર્યા બાદ આરોપીની પણ ધરપકડ કરવામાં આવશે.
બીજા કેસમાં રોહિત વીરસિંહે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કર્યો છે. જેમાં પોલીસે તપાસ દરમિયાન એક મહિના પહેલા શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીને તેમના નિવેદનો નોંધવા નોટિસ ફટકારી હતી. જોકે, બંનેએ તેમના નિવેદન નોંધ્યા નથી. ટૂંક સમયમાં હઝરતગંજ પોલીસ બંને સેલિબ્રિટીનું નિવેદન નોંધવા માટે મુંબઈ પણ જઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
