Pics : ટીના એન્ડ લોલોના શૂટિંગ દરમિયાન સન્ની ઈજાગ્રસ્ત

મુંબઈ, 11 નવેમ્બર : પોર્ન સ્ટાર સન્ની લિયોન આજકાલ પોતાની આવનાર કેટલીક ફિલ્મો અંગે ચર્ચિત છે. રાગિણી એમએમએસ 2, જૅકપૉટ તથા ટીના એન્ડ લોલો જેવી ફિલ્મોનો સન્નીની આગામી ફિલ્મોમાં સમાવેશ થાય છે. રાગિણી એમએમએસ 2 તથા જૅકપૉટ થ્રિલર ફિલ્મો છે, તો ટીના એન્ડ લોલોમાં સન્ની લિયોન એક્શન રોલ કરી રહ્યાં છે અને જાણવા મળે છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયાં છે.

મળતી માહિતી મુજબ ટીના એન્ડ લોલો ફિલ્મના શૂટિંગ દરમિયાન સન્ની લિયોન એક્શન સીન્સ કરતા હતાં. તે દરમિયાન તેમની પાસળીઓમાં ઈજા થઈ છે. તબીબો તેમને થોડાક દિવસ આરામ કરવાની સલાહ આપી છે, પરંતુ આમ છતાં સન્ની લિયોન આરામ ન કરી શૂટિંગ કરવા પહોંચી ગયાં.

આ અંગે ટીના એન્ડ લોલો ફિલ્મના દિગ્દર્શક દેવાંગ ધોળકિયાએ મીડિયાને જણાવ્યું કે ફિલ્મમાં બે અભિનેત્રીઓ સન્ની લિયોન અને કરિશ્મા તન્ના વચ્ચે ઢિશુમ-ઢિશુમ સીનનું શૂટિંગ ચાલતુ હતું અને તે જ દરમિયાન સન્ની લિયોનને ઈજા થઈ. જોકે તેમને વધારે ઈજા નથી થઈ. સન્ની અને કરિશ્મા બંને પોતાના સ્ટંટ્સ પોતે જ કરી રહ્યાં છે. તેથી સન્નીને ઈજા થઈ.

દેવાંગે જણાવ્યું કે ટીના એન્ડ લોકોની વાર્તા મહિલા પ્રધાન છે કે જે સન્નીને ફિલ્મી દુનિયામાં એક નવી ઈમેજમાં કેદ કરશે. ફિલ્મ જોયા બાદ લોકોનો અભિપ્રાય સન્ની લિયોન વિશે બદલાઈ જશે. બીજી બાજુ મિનીષા લાંબાના સ્થાને ફિલ્મમાં ગ્રાન્ડ મસ્તી 3 ફિલ્મના કરિશ્મા તન્નાને લેવામાં આવ્યાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે.

જુઓ સન્ની લિયોનની આગામી ફિલ્મોની તસવીરી ઝલક :

એક્શન રોલમાં સન્ની

એક્શન રોલમાં સન્ની

ટીના એન્ડ લોલોમાં સન્ની લિયોન એક્શન રોલ કરી રહ્યાં છે.

સન્ની ઈજાગ્રસ્ત

સન્ની ઈજાગ્રસ્ત

ફિલ્મના શૂટિંગ દરમિયાન સન્ની ઈજાગ્રસ્ત થઈ ગયાં છે.

મિનીષાના સ્થાને કરિશ્મા

મિનીષાના સ્થાને કરિશ્મા

ટીના એન્ડ લોલોમાં મિનીષા લાંબા હતાં. તેમના સ્થાને હવે કરિશ્મા તન્નાને લેવામાં આવ્યાં છે.

ઇમેજ બદલાશે

ઇમેજ બદલાશે

દિગ્દર્શક દેવાંગ ધોળકિયાએ જણાવ્યું કે ટીના એન્ડ લોકોની વાર્તા મહિલા પ્રધાન છે કે જે સન્નીને ફિલ્મી દુનિયામાં એક નવી ઈમેજમાં કેદ કરશે.

જૅકપૉટ

જૅકપૉટ

સન્ની લિયોનની વધુ એક ફિલ્મ જૅકપૉટ પણ આવી રહી છે કે જેમાં તેમના હીરો સચિન જોશી છે.

રાગિણી એમએમએસ 2

રાગિણી એમએમએસ 2

સન્ની લિયોન રાગિણી એમએમએસની સિક્વલ રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં પણ વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X