Pics : જ્હૉનની મોસ્ટ વૉન્ટેડ લીના પોલીસના શકંજામાં
નવી દિલ્હી, 29 મે : જેના ઠુમકાં ઉપર સિટી વાગવા લાગતી, જેની અદાઓની છોકરીઓ કૉપી કરતી અને કેટલાંક યુવકો તેની તસવીરો પોતાના પર્સમાં રાખતાં, તે છોકરી એવું કામ કરશે, કોઇએ કલ્પના પણ નહોતી કરી. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી લીના મારિયા પૉલની કે જેને દિલ્હી પોલીસે મંગળવારે દિલ્હીના જ એક ફાર્મ હાઉસમાંથી ઝપડી પાડી છે. આ અભિનેત્રીનો લિવ-ઇન પાર્ટનર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે.
આપ સાંભળીને ચોંકી ઉઠશો કે આ સુંદર અભિનેત્રીને મોસ્ટ વૉન્ટેડ સુદ્ધા જાહેર કરી દેવાઈ હતી અને તેની સામે ચેન્નઈમાં એક બૅંકને 19 કરોડ રુપિયાનો ચૂનો લગાડવાનો આરોપ મૂકાયો હતો. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મોહનલાલ અભિનીત રેડ ચિલીઝમાં કામ કરી ચુકેલી લીના મારિયા પૉલની મંગળવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે લીના બૉલીવુડ સુપર સ્ટાર જ્હૉન અબ્રાહમ માટે જાણીતી છે, કારણ કે જ્હૉનની આગામી ફિલ્મ મદ્રાસ કૅફેમાં તે જ્હૉન સાથે કામ કરી રહી છે. લીનાનો પાર્ટનર બાલાજી ઉર્ફે ચંદ્રશેખર ફરાર થઈ ગયો છે. લીનાનો બૉયફ્રેન્ડ બાલાજી લોન હાસલ કરવા માટે પોતાને આઈએએસ ઑફિસર તરીકે રજૂ કરતો હતો. તે ધરપકડથી બચવા 12મી મેથી ફાર્મ હાઉસમાં લપાયેલો હતો. તેના ચાર અંગત સુરક્ષા અધિકારીઓની પણ ધરપકડ કરાઈ છે.
ચેન્નઈ પોલીસે ગત માર્ચમાં લીના અને બાલાજી વિરુદ્ધ વિશ્વાસઘાત, ગુનાહિત ષડયંત્ર અને છેતરપિંડીના ગુના હેઠળ કેસ નોંધ્યો હતો. આઈટી હબ બૅંગલોર ખાતે રહેતો બાલાજી પોતાને આઈએએસ ઑફિસર ગણાવી લીના સાથે ચેન્નઈની કૅનેરા બૅંકે ગયો હતો. ત્યાં તેણે એક મોટા પ્રોજેક્ટ હેઠળ 19 કરોડ રુપિયાની લોન માંગી. લોન લીધા બાદ બંને ફરાર થઈ ગયાં અને ચેન્નઈમાં તેમને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરાયા હતાં.
આવો લીના મારિયા પૉલની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

જંગી હથિયારો ઝડપાયાં
દિલ્હી પોલીસે ફાર્મ હાઉસમાંથી ગેરકાયદે હથિયારોનો જત્થો જબ્ત કર્યો છે. લીના અને બાલાજી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

મોંઘીદાટ કારો પણ જપ્ત
પોલીસે દિલ્હીમાં ફાર્મ હાઉસ ખાતેથી 9 મોંઘી કારો જબ્ત કરી હતી.

મોંઘી ગાડીઓમાં ફરતી હતી લીના
લીના મારિયા પૉલ લૅન્ડ ક્રૂઝર, લૅન્ડ રોવલ, બીએમડબ્લ્યૂ, રોલ્સ રૉયસ જેવી કારોમાં ફરતી હતી.

કાંડા ઘડિયાળોનો જત્થો ઝડપાયો
પોલીસે 81 મોંઘી કાંડા ઘડિયાળો પણ જબ્ત કરી છે કે જેની કિંમત કરોડો રુપિયામાં થાય છે.

12મી મેથી છુપાયેલા હતાં લીના-બાલાજી
લીના અને બાલાજી ફાર્મ હાઉસમાં ગત 12મી મેથી છુપાયેલા હતાં. ફાર્મ હાઉસમાં તેઓ ભાડુઆત તરીકે રહેતા હતાં. આ અંગેનું પ્રમાણન ફૉર્મ પણ મળ્યું કે જે પ્રક્રિયા હેઠળ હતું.

ચાર લાખ રુપિયા ભાડું
લીના મારિયા પૉલ ફાર્મ હાઉસ માટે 4 લાખ રુપિયા માસિક ભાડુ આપી રહી હતી.

બીડીએસ સ્નાતક
લીના કોચ્ચિની નિવાસી છે અને બીડીએસ સ્નાતક છે.

દુબઈમાં ઉછરી
લીનાએ પોતાનું સ્કૂલી શિક્ષણ દુબઈમાં લીધુ હતું.

દુબઈમાં ઉછરી
લીનાના માતા-પિતા દુબઈમાં જ રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
