જયા બચ્ચન પાપારાઝીને જોઈને કેમ ભડકી જાય છે? અભિષેક અને શ્વેતા બચ્ચને કર્યો ચોંકાવનારો ખુલાસો
આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં જયા બચ્ચન આખરે કેમ કેમેરો જોઈને ઉકળી જાય છે? હવે આ અંગે મોટુ કારણ સામે આવ્યુ છે.
મુંબઈઃ સહુ કોઈ જાણે છે કે બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન જ્યારે પણ પાપારાઝીને જુએ ત્યારે ભડકી જાય છે. જયા બચ્ચનનો આ પ્રકારનો વ્યવહાર જોઈને ફેન્સને અજુગતુ લાગે છે. લોકોમાં ઘણા સમયથી એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં જયા બચ્ચન આખરે કેમ કેમેરો જોઈને ઉકળી જાય છે? હવે આ અંગે મોટુ કારણ સામે આવ્યુ છે.

જયા બચ્ચને પાપારાઝી પર કેમ આવે છે ગુસ્સો?
બૉલિવુડ એક્ટ્રેસ જયા બચ્ચન હાલમાં પોતાના ગુસ્સાને કારણે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં તે પાપારાઝી સાથે લડતી જોવા મળી હતી. ક્યારેક તે કેમેરામેન પર સેલ્ફી લેતા ભડકતી જોવા મળી હતી તો ક્યારેક તે પ્રતિક્ષા બંગલામાંથી બહાર નીકળીને ગુસ્સામાં પાપારાઝીને 'ઘૂસણખોર' કહેતી જોવા મળી હતી. જયા બચ્ચનને આ રીતે ગુસ્સામાં જોઈને ચાહકોએ તેને અકડૂ પણ કહી હતી. પરંતુ હવે તેના પાપારાઝી પર ભડકવાનુ એક મોટુ કારણ સામે આવ્યુ છે. જેનો ખુલાસો ખુદ અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચને કર્યો છે.

અભિષેક અને શ્વેતા બચ્ચને જણાવ્યુ કારણ
એકવાર અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચને કૉફી વિથ કરણ સિઝન 6માં માતા જયા બચ્ચનના પાપારાઝી સાથેના આવા વર્તન વિશે મોટો ખુલાસો કર્યો હતો. બંનેએ શોમાં કહ્યુ હતુ કે તેમની માતા જયાને કેમેરામેન સાથે આટલી સમસ્યા કેમ છે? તેમણે કહ્યુ કે, જયાને એકલા રહેવાનું પસંદ છે અને તેથી તેને તેની આસપાસ ફોટોગ્રાફરોની ભીડ પસંદ નથી.

જયાના કારણે બાળકોને પણ થાય છે મુશ્કેલી
અભિષેકે કહ્યુ હતુ કે રેડ કાર્પેટ પર તેની માતાના આ વર્તનને કારણે તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેણે કહ્યુ હતુ કે, 'અમારો આખો પરિવાર પિતાજી (અમિતાભ બચ્ચન), ઐશ્વર્યા અને હું રેડ કાર્પેટ પહેલાં મૌન પ્રાર્થના કરીએ છીએ અને પછી અમે સાથે ચાલીએ છીએ પરંતુ જો અમારી સાથે શ્વેતા હોય તો અમે બસ માને તેમની સાથે મોકલી દઈએ છીએ.'

જ્યારે તેમની આસપાસ ઘણા બધા લોકો હોય ત્યારે...
શ્વેતા બચ્ચને ખુલાસો કર્યો હતો કે, 'તેમની આસપાસ જ્યારે ઘણા બધા લોકો હોય ત્યારે તે ખૂબ જ નારાજ થઈ જાય છે. જ્યારે લોકો તેમને પૂછ્યા વગર તેમની તસવીરો લે ત્યારે તેમને તે બિલકુલ ગમતુ નથી અને તે ગુસ્સે થઈ જાય છે. તેઓ આવા જ છે.' આ સિવાય શ્વેતા બચ્ચને તેના શો 'વોટ ધ હેલ નવ્યા'માં પણ ઘણા મોટા ખુલાસા કર્યા હતા.

ફોટોગ્રાફરથી ચિડાય છે જયા બચ્ચન
શ્વેતા બચ્ચને કહ્યુ હતુ કે તેની માતા જયા આખા પરિવારમાં એક એવી વ્યક્તિ છે જેને તેના અંગત જીવનમાં દખલ થાય એ બિલકુલ પસંદ નથી. શ્વેતાના નિવેદનને ખુદ જયા બચ્ચને સ્વીકાર્યુ હતુ અને કહ્યુ હતુ કે, 'તે એવા લોકોને નફરત કરે છે જેઓ તેના અંગત જીવનમાં દખલ કરે છે અને તેની તસવીર વેચીને પેટ ભરે છે.' આ જ કારણ છે કે જ્યારે પણ પાપારાઝી તેની તસવીરો લે છે ત્યારે તે ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે.

જયા બચ્ચનનુ વર્કફ્રંટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જયા બચ્ચન ટૂંક સમયમાં ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરી 2023માં રિલીઝ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
