12 વર્ષની ઉંમરે ઐશ્વર્યા રાય બચ્ચનથી લાંબી થઈ ગઈ આરાધ્યા, સામે આવ્યો Video
Aaradhya Bachchan Height: બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા બચ્ચન ઘણીવાર તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળે છે. આ વખતે પણ બંનેનો એક વીડિયો મુંબઈ એરપોર્ટ પરથી સામે આવ્યો છે. આ વીડિયોમાં બંનેનો લુક ખૂબ જ સારો લાગી રહ્યો છે.
જો કે, આ વીડિયોમાં લોકોનુ ધ્યાન સૌથી વધુ ખેંચ્યું હોય તો તે આરાધ્યા બચ્ચનની હાઈટ હતી. વાસ્તવમાં, આરાધ્યાની ઉંમર માત્ર 12 વર્ષની છે પરંતુ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે તેની માતા ઐશ કરતા વધુ લાંબી થવા જઈ રહી છે. એ વાત નક્કી છે કે આરાધ્યાએ બચ્ચન પરિવારની હાઈટ પકડી લીધી છે.

અમિતાભ બચ્ચન હોય કે અભિષેક બચ્ચન હોય કે શ્વેતા, તેમના ઘરમાં દરેક લાંબા હોય છે. આ વીડિયોમાં આરાધ્યા તેની માતા સાથે જઈ રહી છે. વીડિયો શેર કરતા વિરલ ભાયાણીએ લખ્યું કે, "ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે."
તમને જણાવી દઈએ કે આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો અને ત્યાર બાદ બચ્ચન પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ઐશ્વર્યા રાય બચ્ચનની વાત કરીએ તો દીકરીના જન્મ પછી તે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે અને તેણે સિને જગતથી અંતર જાળવી રાખ્યું છે. હાલમાં તે કામ કરી શકે છે કારણ કે તેની પુત્રી મોટી થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન 16 નવેમ્બરે 12 વર્ષની થઈ જશે. સમગ્ર બચ્ચન પરિવાર આરાધ્યાના જન્મદિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે. આરાધ્યાના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા અને આરાધ્યા તેમના બૉન્ડિંગને કારણે ચર્ચામાં રહે છે.












Click it and Unblock the Notifications
