Video: આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નૂપુર શિખરેએ કોર્ટ મેરેજ બાદ હવે કર્યા ક્રિશ્ચિયન વેડિંગ
Ira Khan Wedding: બૉલિવુડ અભિનેતા આમિર ખાનની લાડલી દીકરી ઇરા ખાને 10 જાન્યુઆરી, 2024ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શિખરે સાથે ભવ્ય સામાજિક લગ્ન કર્યા હતા. આ સામાજીક લગ્ન ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ પહેલા આ કપલે 3 જાન્યુઆરીએ મુંબઈમાં ખૂબ જ સાદગીથી કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજમાં માત્ર કપલના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના લોકો હાજર હતા.
હવે ઈરા ખાન અને નુપુર શિખરેએ ઉદયપુરમાં મરાઠી નહીં પણ ખ્રિસ્તી રીતિ-રિવાજ પ્રમાણે સામાજિક લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આમાં સ્ટાર કપલ ક્રિશ્ચિયન સ્ટાઈલના પોશાક પહેરેલા જોવા મળે છે.

ઇરા ખાને તેના સોશિયલ મેરેજના દિવસે સફેદ ગાઉન પહેર્યું હતું. તેણે વ્હાઈટ મેચિંગ જ્વેલરી અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન ઈરાનો વર રાજા એટલે કે નૂપુર શિખરે બેઝ રંગના કોર્ટ પેન્ટમાં એકદમ હેન્ડસમ લાગી રહી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કપલ હાથ પકડીને લગ્ન સ્થળમાં પ્રવેશતા જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો તેમના પર ફૂલ પણ વરસાવે છે.
ઇરા ખાન અને નુપુર શિખરેના ચહેરા પર તેમના લગ્નની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં ઈરા અને નુપુર પણ એકબીજા સાથે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આ પહેલા આ કપલના સંગીત સેરેમનીની તસવીરો સામે આવી હતી જેમાં ઈરા ખાન ભારે લહેંગામાં જોવા મળી હતી. ઈરા અને નુપુરની સાથે, આમિર ખાન અને પરિવારના બાકીના લોકો પણ સંગીત સેરેમનીમાં સારો સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આમીર ખાને પણ સંગીત સેરેમનીમાં પોતાની દીકરી અને જમાઈ માટે જોરશોરથી ડાન્સ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
