Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગોવાના ક્લબમાં વેચાઈ રહી છે ઉર્વશી રૌતેલાના નામ પર ડ્રિંક, અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા

બોલિવુડ અભિનેત્રી અને જાણીતી મૉડલ ઉર્વશી રૌતેલા એક વાર ફરીથી સમાચારોમાં છે. કારણ છે તેમના નામ પર એક ડ્રિંકનુ લૉન્ચ થવુ.

બોલિવુડ અભિનેત્રી અને જાણીતી મૉડલ ઉર્વશી રૌતેલા એક વાર ફરીથી સમાચારોમાં છે. કારણ છે તેમના નામ પર એક ડ્રિંકનુ લૉન્ચ થવુ. વાસ્તવમાં નવા વર્ષની તૈયારીઓમાં હાલમાં ગોવા લાગી ગયુ છે. ત્યાંની ક્લબોમાં લોકોને આકર્ષિત કરવા માટે એક ડ્રિંક લૉન્ચ કરવામાં આવ્યુ છે જેનુ નામ ઉર્વશી રૌતૈલા શૉટ રાખવામાં આવ્યુ છે. લોકો આ ડ્રિંકને ઘણુ પસંદ પણ કરી રહ્યા છે અને લૉન્ચ થતા જ આ જ ડ્રિંકની ડિમાન્ડ પણ વધી ગઈ છે.

આ વિશે જ્યારે અભિનેત્રીને માલુમ પડ્યુ તો...

આ વિશે જ્યારે અભિનેત્રીને માલુમ પડ્યુ તો...

આ વિશે જ્યારે ઉર્વશીને માલુમ પડ્યુ તો તેણે હસીને બહુ સકારાત્મક જવાબ આપ્યો, તેણે કહ્યુ કે હું ગોવાના ક્લબોના આ પગલાથી ખુશ છુ. મને આ વાત માટે કોઈ નકારાત્મક ભાવના નથી આવી રહી પરંતુ મને તો ખુશી થઈ રહી છે, મને પૂરી આશા છે કે જે વિચારીને ક્લબના લોકોએ મારા નામનો ઉપયોગ કર્યો છે તેમને એવી જ પ્રતિક્રિયા પણ મળે.

ક્લબવાળાઓએ ઉર્વશી માટે કહી ખાસ વાત

ક્લબવાળાઓએ ઉર્વશી માટે કહી ખાસ વાત

જ્યારે આ માટે ક્લબવાળાને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે ઉર્વશી ઘણી સુંદર અને સકારાત્મક અભિનેત્રી છે, તે વસ્તુનો ખરાબ નથી માનતી અને આ કારણે અમે તેમના નામને પસંદ કર્યુ અને હવે જ્યારે તેમની પ્રતિક્રિયા પણ અમને ખબર પડી ગઈ તો અમને લાગે છે કે અમે કંઈ ખરાબ નથી કર્યુ.

17 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો ઉર્વશીએ

17 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો ઉર્વશીએ

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાનો જન્મ નૈનીતાલ ઉત્તરાખંડમાં થયો હતો. તેણે પોતાના સ્કૂલના દિવસો દરમિયાન જ મોડલિંગ કરવુ શરૂ કરી દીધુ હતુ. તેણે માત્ર 17 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કરી લીધો હતો. તે 2011માં તેને મિસ ટુરિઝન ક્વીન ઑફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો. તે 2011માં મિસ એશિયન સુપર મૉડલનો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂકી છે. પાગલપંતીમાં વ્યસ્ત ઉર્વશી રૌતેલાનુ કરિયરની શરૂઆત એક્શન-રોમાન્સ બેઝ્ડ ફિલ્મ ‘સિંહ સાહબ ધ ગ્રેટ'થી થઈ. આ ફિલ્મમાં તે સની દેઓલની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ બોલિવુડ રેપર હની સિંહના વીડિયો આલ્બમ લવડોઝમાં તે દેખાઈ. તે હાલમાં પોતાની આવનારી ફિલ્મ પાગલપંતીમાં બિઝી છે. આ ફિલ્મમાં જહૉન અબ્રાહમ, અરશદ વારસી, અનિલ કપૂર સહિત ઘણા અન્ય મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X