ગુજરાત સરકારના માહિતી ખાતામાં ભરતીની મુખ્ય પરિક્ષાઓની તારીખ જાહેર કરાઈ
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નાયબ માહિતી નિયામક વર્ગ 1, સહાયક માહિતી નિયામક વર્ગ 2, સિનિયર સબ એડિટર વર્ગ 3 અને માહિતી મદદનીશ વર્ગ 3ની ભરતી પ્રક્રિયામાં મહત્વની તારીખો જાહેર કરી છે. 4 ઓગસ્ટે પ્રથમ પરિક્ષાના પરિણામ જાહેર કર્યા બાદ હવે મુખ્ય પરિક્ષાઓની તારીખ જાહેર કરી છે.

માહિતી ખાતા દ્વારા આ ભરતી પ્રકિયાના પ્રથમ ભાગની પરિક્ષાઓ 27 જુલાઈએ લેવામાં આવી હતી, આ પરિક્ષાઓના પરિણામ 4 ઓગસ્ટે જાહેર કર્યા બાદ હવે મુખ્ય પરિક્ષાઓની તારીખોનું એલાન કરવામાં આવ્યુ છે. આ તમામ પરિક્ષાઓ સપ્ટેમ્બરના પહેલા અઠવાડીયામાં લેવામાં આવશે. 4 સપ્ટેમ્બરે માહિતી નિયામક વર્ગ 1 અને સહાયક માહિતી નિયામક વર્ગ 2ની પરિક્ષાઓ યોજાશે. ત્યારબાદ 5 સપ્ટેમ્બરે સિનિયર સબ એડિટર વર્ગ 3 અને માહિતી મદદનીશ વર્ગ 3ની મુખ્ય પરિક્ષાઓ યોજાશે. પ્રાથમિક પરિક્ષામાં વર્ગ 1 અને વર્ગ 2 માં કુલ 490 અને વર્ગ 3 માં કુલ 1194 ઉમેદવારો પાસ થયા છે. આ ઉમેદવારો હવે મુખ્ય પરિક્ષામાં બેસી શકશે.
મુખ્ય પરિક્ષાઓની વાત કરીએ તો તમામ ઉમેદવારોએ ત્રણ પેપર આપવાના રહેશે. એક પેપર ગુજરાતી ભાષા, એક અંગ્રેજી ભાષા અને એક જનરલ પેપર રહેશે. પહેલા બે પેપર માટે સો-સો મીનિટ અને ત્રીજા પેપર માટે 3 કલાકનો સમય ઉમેદવારોને મળશે.
ઉલ્લેખનિય છેે કે ગુજરાત સરકારના માહિતી ખાતાએ તમામ વર્ગની મળીને કુલ 100 જગ્યાઓ પર ભરતી પ્રકિયા શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં પ્રાથમિક પરિક્ષાઓ બાદ હવે મુખ્ય પરિક્ષાઓનું એલાન થયુ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
