Upcoming SmartPhones : આ મહિને લોન્ચ થશે 5 દમદાર ફોન, જાણો કિંમત અને ફીચર્સ
Upcoming SmartPhones : જુલાઇમાં ઘણા રોમાંચક મોબાઇલ થયા બાદ સપ્ટેમ્બર 2023માં સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ થવાના છે. સપ્ટેમ્બર 2023માં લોન્ચ થનારા સ્માર્ટફોન એપલ, ઓનર, મોટોરોલા અને સેમસંગ જેવી બ્રાંડના ઘણા દમદાર ફોન લોન્ચ થવાની આશા છે.
આ અહેવાલમાં અમે તમને આ મહિનામાં એટલે કે, સપ્ટેમ્બરમાં લોન્ચ થનારા 5 સ્માર્ટફોનની યાદી જણાવવા જઈ રહ્યા છીએ. આ ફોન મજબૂત કેમેરા ગુણવત્તા અને મોટી બેટરી સાથે આવશે.

Apple iPhone 15 - Apple iPhone 15 લાઇનઅપમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max નો સમાવેશ થાય છે. iPhone 15 અને iPhone 15 Plus નોંધપાત્ર ડિઝાઇન અને ફીચર અપડેટ રજૂ કરે તેવી અપેક્ષા છે. હવે લાઈટનિંગ પોર્ટ રહેશે નહીં, અને તેના બદલે USB-C ચાર્જિંગનો ઉપયોગ કરવામાં આવશે.
Apple iPhone 15 માં વધુ સારા કેમેરા અને ચિપસેટ પણ હશે, જેમાં 48 MP પ્રાથમિક કેમેરા સેન્સર અને પંચ-હોલ ડિસ્પ્લે સાથે નવી ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઇનનો સમાવેશ થાય છે. બંને વેરિઅન્ટ્સમાં Apple ના Bionic A16 ચિપસેટની સુવિધા હોવાની અપેક્ષા છે.
Honor 90 - ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની Honor ભારતમાં પુનરાગમન કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાનો નવો Honor 90 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. માહિતી મળી રહી છે કે, આ ફોન 21 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેની કિંમત 35,000 રૂપિયાથી ઓછી હોય શકે છે.
Honor 90 5G માં AMOLED પેનલ હશે, જે બધી બાજુઓ પર વક્ર હોઈ શકે છે. Honor 90 5G એન્ડ્રોઇડ 13 પર કામ કરશે અને Google એપ્સ અને સેવાઓ આ ઉપકરણમાં પહેલાથી લોડ કરવામાં આવશે.
Realme Narzo 60X - કંપનીએ એમેઝોન પર માઇક્રોસાઇટ દ્વારા Realme Narzo 60x 5G ને ટીઝ કર્યું છે. Realme Narzo 60x ની મોટાભાગના ફીચર્સ Realme 11x 5G જેવી જ હોય શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. કારણ કે, Narzo એ Realme 11x 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન હોય શકે છે.
પ્રોસેસર વિશે વાત કરીએ તો, તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્શન 6100+ ચિપસેટ હોય શકે છે. Narzo સિરીઝના સ્માર્ટફોનમાં 5000mAh બેટરી હશે. એવું કહેવાય છે કે, આ સ્માર્ટફોન મલ્ટીપલ રેમ અને સ્ટોરેજ વિકલ્પોમાં આવશે.
MOTO G54 5G - કંપની 5 સપ્ટેમ્બરના રોજ Moto G54 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જોકે, આ પહેલા કંપનીએ આ સ્માર્ટફોનને ભારતીય ગ્રાહકો માટે રજૂ કર્યો છે. moto g54 5g સ્માર્ટફોન 6.5-ઇંચની FullHD+ ડિસ્પ્લે સાથે લાવવામાં આવ્યો છે.
ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. બેક પેનલ પર 50MP OIS સેન્સર અને 8MP મેક્રો + ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. ફ્રન્ટ પેનલ પર 16-મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે. moto g54 5g સ્માર્ટફોન 6,000mAh બેટરી સાથે લોન્ચ થઇ શકે છે.
Vivo V29 5G - Vivo V29 5G સ્માર્ટફોન ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ અગાઉ કંપનીએ થોડા અઠવાડિયા પહેલા ભારતીય બજારમાં Vivo V29e 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો તેમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવશે.
આ ફોન Funtouch OS 13 પર ચાલશે. આ ફોનમાં 50MP પ્રાઇમરી OIS લેન્સ આપવામાં આવશે, જેની સાથે 8MP અલ્ટ્રાવાઇડ અને 2MP મેક્રો લેન્સ આપવામાં આવશે. આ ફોનના આગળના ભાગમાં 50MP પ્રાઇમરી કેમેરા આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
