OnePlus Nord CE 3 : વનપ્લસ લોન્ચ કરશે 15 હજારવાળો સ્માર્ટફોન, જાણો ફીચર્સ
OnePlus Nord CE 3નું લિસ્ટિંગ ભારતીય વેબસાઇટ પર જોવામાં આવ્યું છે. એવું સૂચવવામાં આવે છે કે, તે Snapdragon 695 SoC દ્વારા સંચાલિત હશે. જેને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે કે, ફોનની કિંમત લગભગ 15 હજાર રૂપિયા હશે.
OnePlus Nord CE 3 : વનપ્લસે ભારતમાં પોતાનો અલગ ચાહક વર્ગ ઉભો કર્યો છે. જે કારણે લોકો વનપ્લસના નવા ફોન લોન્ચ થાય તેની રાહ જોતા હોય છે. વનપ્લસે તાજેતરમાં OnePlus 11 Series ને લોન્ચ કર્યો છે. હવે કંપની વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આવાનારા મહિનામાં વનપ્લસ નોર્ડ સ્માર્ટફોન લોન્ચ કરશે. આપણે આજે OnePlus Nord CE 3 ની કિંમત અને ફીચર્સ વિશે જણીશું.

જુલાઈમાં લોન્ચ થઇ શકે છે OnePlus Nord CE 3
લોન્ચની તારીખ વિશે ચોક્કસ કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, OnePlus Nord CE 3 જૂન અથવા જુલાઈ સુધીમાં આવી જશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મિડ રેન્જ ફોન માર્ચમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના અંત સુધીમાં OnePlus ફોલ્ડ ફોન લાવશે. OnePlus દ્વારા જ આની જાહેરાત કરવામાં આવી છે.

OnePlus Nord CE 3 અપેક્ષિત સ્પેક્સ
લીક્સે અત્યાર સુધી સૂચવ્યું છે કે, તે સ્નેપડ્રેગન 695 SoC દ્વારા સંચાલિત થશે. આને જોતા લાગે છે કે, ફોનની કિંમત લગભગ 15 હજારરૂપિયા હશે. તેને 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ સુધી સપોર્ટ કરી શકાય છે. ફોનમાં 6.7 ઇંચની એલસીડી ડિસ્પ્લે મળી શકે છે. ઓછીકિંમતને કારણે, તેમાં AMOLED ડિસ્પ્લે ઉપલબ્ધ રહેશે નહીં.

સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 MP કેમેરા
ફોનમાં મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાના સમાચાર છે. હૂડ હેઠળ 5,000 mAh બેટરી હોય શકે છે. એવી અપેક્ષા છે કે, કંપની67W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ આપશે.
OnePlus Nord CE 3 એ 108 MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથેનો કંપનીનો પહેલોફોન હોય શકે છે. તે 2 MP સેન્સર દ્વારા સપોર્ટેડ હોય શકે છે. રિપોર્ટ અનુસાર, સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 MP કેમેરા હોય શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
