હવે મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં, WhatsApp Username થી કરી શકાશે મેસેજ
WhatsApp Username : WhatsApp પોતાના યુઝર માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. આ વચ્ચે યુઝર માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. જે કારણે હવે યુઝરે મોબાઇલ નંબર શેર કર્યા વગર WhatsApp Username સેટ કરી શકાશે, અને તેના દ્વારા યુઝર મેસેજ પણ કરી શકશે.
બીટા ટેસ્ટિંગ ચેનલ પરના યુઝર્સ આ ફીચરને અજમાવી શકતા નથી. કારણ કે, તે હજૂ પણ પરીક્ષણ અને ડેવલોપમેન્ટ હેઠળ છે. એક ફીચર ટ્રેકરે તેને તેના પ્લેટફોર્મ પર શેર કર્યું છે. કંપની તેને જલ્દી જ યુઝર્સ માટે રોલઆઉટ કરી શકે છે.

WhatsApp ફીચર ટ્રેકર WABetaInfo અનુસાર, તાજેતરમાં જ રિલીઝ થયેલ WhatsApp ફોર એન્ડ્રોઇડ બીટા 2.23.11.15માં એક ફીચર એડ કરવામાં આવ્યું છે, જે યુઝર્સને તેમની પ્રોફાઇલ માટે યુઝરનેમ પસંદ કરવાની મંજૂરી આપશે. જોકે, આ ફીચર અંડર ડેવલોપમેન્ટ છે.
કંપનીએ તેના વિશે કોઈ માહિતી શેર કરી નથી. WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલા પૂર્વાવલોકન ઇમેજ મુજબ, મેસેજિંગ સેવા યુઝર નેમ પીકરની નીચે આ તમારું યુનિક WhatsApp Username છે નો ઉલ્લેખ કરશે. આનો અર્થ એ છે કે, કોઈ બે યુઝર્સને એક જ યુઝરનેમ ન હોઈ શકે.
આ રીતે ઉપયોગ કરી શકશો - ફીચર ટ્રેકર કહે છે કે, યુઝરનેમ પીકર ફીચર મેનુ > સેટિંગ્સ > ત્રણ ડોટ્સ સાથે પ્રોફાઇલ પર ટેપ કરવાથી ઉપલબ્ધ થશે. તમે WhatsApp Username માં ફેરફાર કરવા માટે પણ સક્ષમ હશો. યુઝર નેમ પાસે એક પેન્સિલ આઈકોન જોવા મળશે, જેની મદદથી તમે તમારું યુઝર નેમ એડીટ કરી શકશો.
આ ફીચર કેવી રીતે કામ કરશે તે અંગે કંપનીએ કોઈ માહિતી શેર કરી નથી. રિપોર્ટ અનુસાર, પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વોટ્સએપ માત્ર એક જ યુઝર નેમ સેટ કરવાનો વિકલ્પ આપી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
