હાઇટેક કીચેન કરી શકે છે અનેક પ્રકારના કામ
ચાવીનો ગુચ્છો એક સાધારણ બાબત છે, જેનો બધા જ ઉપયોગ કરે છે, માર્કેટમાં તમને અનેક પ્રકારના ડિઝાઇનર કીચેન મળી જશે, પરંતુ અહીં અમે તમને કેટલાક એવા કીચેન અંગે જણાવવા જઇ રહ્યાં છીએ જેનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે, એટલે કે તમે તેની પાસેથી અનેક પ્રકારનું કામ લઇ શકો છો.
આ એક પ્રકારે હાઇટેક કીચેન છે. જેમાં તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો, અથવા તો પછી તમારી સુરક્ષા કરી શકે છે. એટલું જ નહીં કેટલાક કીચેનથી તો તમે સ્માર્ટફોન સ્ટેન્ડ અને લેસર કિબોર્ડનું કામ પણ લઇ શકો છો. આવા અનેક કામ તમે આ હાઇટેક કીચેનથી કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણી આ કીચેનમાં આપવામાં આવેલા ફીચર્સ અંગે.

ચાર્જર કીચેન
ચાર્જર કીચેનની મદદથી તમે તમારા સ્માર્ટફોનને થોડાક સમય માટે ચાર્જ કરી શકો છો, તેમાં એક નાની બેટરી લાગેલી હોય છે, જે ઇમરજન્સી દરમિયાન તમને ઘણી મદદરૂપ થઇ શકે છે.

લેસર પ્રોજેક્શન કીબોર્ડ
આ દેખાવે ભલે તમને નાનું અમથું કીચેન લાગતું હોય, પરંતુ તેની મદદથી તમે ગમે ત્યાં લેસર કીબોર્ડ બનાવીને તેમાં સહેલાયથી ટાઇપિંગ કરી શકો છો.

સેલ્ફ ડીફેન્સ કીચેન
આ દેખાવે ભલે તમને બેટમેન જેવું લાગતું હોય પરંતુ જરૂર પડ્યે તમે તેનાથી તમારી સુરક્ષા પણ કરી શકો છો.

સ્માર્ટફોન સ્ટેન્ડ
આ કીચેનનો તમે સ્માર્ટફોન સ્ટેન્ડની જેમ ઉપયોગ કરી શકો છો.

કીચેન કાર્ડ હોલ્ડર
કીચેનને આપણે હંમેશા આપણા પોકેટમાં રાખીએ છીએ, કીચેન કાર્ડ હોલ્ડરની મદદથી તમે તમારા જરૂરી કાર્ડને કીચેનમાં રાખી શકો છો.

સ્ટાર ટ્રે લેસર પોઇન્ટર
જો તમારે ઓફીસમાં દરરોજ તમારા બોસની સામે પ્રોજેક્ટ દર્શાવવાના હોય છે, તો આ લેસર પોઇન્ટર કીચેન તમને ઘણું મદદરૂપ થઇ શકે છે.

કીપોર્ટ સ્લાઇડ
કીપોર્ટ સ્લાઇડ કીચેનની મદદથી તમે અનેક કામ કરી શકો છો, જેમકે બોટલ ઓપનરની જેમ તેનો ઉપયોગ કરી શકો છો, તેમાં લિડ લાઇટ લાગેલી છે, જેથી જરૂર પડ્યે તમે તેનો ટોર્ચ તરીકે ઉપયોગ કરી શકો છો.

ગિટાર યુએસબી ફ્લેશ ડ્રાઇવ કીચેન
યંગસ્ટર વચ્ચે આ ઘણું લોકપ્રિય કીચેન છે. જેમાં કિચેનની સાથે પેન ડ્રાઇવ પણ અટેચ છે, જેમાં તમે તમારા ડેટા સેવ કરી શકો છો.

કાર્કસ્ક્રિયૂ
કાર્કસ્ક્રિયૂ કીચેનની મદદથી તમે કોઇપણ બોટલનું ઢાકણ સહેલાયથી ખોલી શકો છો.

રોબોટ હેડફોન સ્પિલ્ટર
રોબોટ હેડફોન સ્પિલ્ટરની મદદથી તમે તમારા ફોનથી મિત્રોના હેડફોનને પણ કનેક્ટ કરી શકો છો,તે બે હેડફોન કનેક્ટ કરવાનુ ઓપ્શન પ્રોવાઇડ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
