મધમાખીને દુનિયાની સૌથી બુદ્ધિશાળી પ્રાણી કેમ કહેવાય છે? જાણો શું હોય છે ખાસ?
કહેવાય છે કે પૃથ્વીને બચાવવી હશે તો મધમાખીઓને બચાવવી પડશે. જો મધમાખી નહીં રહે તો દુનિયાભરમાં લોકોને ખાવાપીવા માટેની વસ્તુઓની મોટી તંગી સર્જાઈ જશે.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરની વિવિધ વનસ્પતિઓના પોલિનેશનમાં મહત્વનો રોલ ભજવતી મધમાખી સૌથી બુદ્ધિશાળી પ્રાણીમાં ગણાય છે.

મધમાખી તેની જટિલ સામાજિક રચના, અત્યાધુનિક સંચાર પ્રણાલી અને અસાધારણ એન્જિનિયરિંગ કૌશલ્યોને કારણે વૈજ્ઞાનિકો માટે કુતુહલનો વિષય રહી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મધમાખીઓની લગભગ 20,000 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી 270 બ્રિટનમાં જોવા મળે છે. મધમાખીની 90 ટકાથી વધુ પ્રજાતિઓ એકલી હોય છે પરંતુ બાકીની મધમાખીઓ અને ભમરાઓ સહિત સામાજિક વસાહતોમાં રહે છે જેમાં રાણી, સ્ત્રી કામદારો અને નર ડ્રોનનો સમાવેશ થાય છે.
માણસની જેમ જ મધમાખીઓ પણ સામાજિક હોય છે. દરેકો કોલોનીમાં લાખો મધમાખીઓ હોય છે અને દરેકને તેમના કામ સોંપાયા હોય છે. કોલોનીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની મધમાખીઓ જોવા મળે છે. આમાં રાણી મધમાખી, વર્કર મધમાખી અને ડ્રોન નર મધમાખી હોય છે.
રાણી મધમાખીનું કામ કામ ઇંડા મૂકવાનું છે, વર્ક મધમાખી કોલોનીની સંભાળ રાખે છે અને મધ એકત્રિત કરે છે, જ્યારે ડ્રોનનું કામ રાણી સાથે પ્રજનન કરવાનું છે. મધમાખીઓ વચ્ચે કામની વહેચણી સ્પષ્ટ કરે છે કે તે કેટલી સામાજિક અને બુદ્ધિશાળી જીવ છે.
મધમાખીઓ તેમની વસાહતમાં વાતચીત કરવા માટે ખાસ સિસ્ટમનો ઉપયોગ કરે છે. વાત કરવા ડાન્સ કરે છે અને આ ડાન્સને વેગલ ડાન્સ કહેવાય છે. આ ડાન્સમાં મધની દિશા અને અંતર બંને દર્શાવવામાં આવે છે. આ નૃત્ય બતાવે છે કે વસાહતથી કેટલી દૂર અને મધનો સ્ત્રોત કઈ દિશામાં છે.
મધમાખીઓ એકબીજા સાથે શબ્દો વિના ડાન્સ કરીને વાતચીત કરે છે, જે વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિશાળી રીત છે. આ સિવાય મધમાખીઓની શીખવાની ક્ષમતા પણ ઘણી સારી હોય છે. તે પર્યાવરણ પ્રત્યે પણ ખૂબ જ સંવેદનશીલ છે. ઉપરાંત તેઓ સમાજમાં સહકારની લાગણી ધરાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
