Eid Milad Un Nabi 2024: ક્યારે ઉજવાશે ઈદ એ મિલાદ ઉન નબી? જાણો તારીખ અને મહત્વ
Eid Milad Un Nabi 2024: ઈસ્લામ ધર્મમાં ઈદ એ મિલાદ ઉન નબીનું ખાસ મહત્વ ધરાવે છે. ઈસ્લામ ધર્મમાં ઈદ એ મિલાદ ઉન નબીનો તહેવાર પયગંબર મોહમ્મદના જન્મની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, વર્ષ 2024માં ઈદ એ મિલાદ ઉન નબી ક્યારે ઉજવવામાં આવશે.
ઈદ ઉલ ફિત્રની શુભકામનાઓ - ઇસ્લામની માન્યતાઓ અનુસાર, પયગંબર મોહમ્મદનો જન્મ મક્કામાં થયો હતો. એવું કહેવાય છે કે, અલ્લાહે હઝરત મોહમ્મદને એક અવતાર તરીકે મોકલ્યા હતા, જેનો હેતુ સમાજમાં ફેલાયેલા અંધકાર અને બુરાઈઓને દૂર કરવાનો હતો.
આવી સ્થિતિમાં અલ્લાહે મોહમ્મદ સાહેબને બુરાઈને ખતમ કરવા માટે પૃથ્વી પર મોકલ્યા હતા. પયગંબર મોહમ્મદના પિતા અબ્દુલ્લા બિન અબ્દુલ મુત્તાલિબ હતા અને માતાનું નામ આમેના હતું.

પયગંબર મોહમ્મદનો જન્મ રબીઉલ અવ્વલ મહિનાની 12મા ચાંદ મિલાદુન્નબીના દિવસે થયો હતો. આવી સ્થિતિમાં, આ વર્ષે ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, ઇદ મિલાદ ઉન નબી સોમવારે, 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
આપણે આ ઉજવણી કેવી રીતે ઉજવીએ? - દર વર્ષે ઈદ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, લોકો તેમના ઘરોને શણગારે છે અને મસ્જિદમાં સજદા કરે છે.
આ ખાસ દિવસે ઇસ્લામના અનુયાયીઓ દરગાહની મુલાકાત લે છે, ચાદર ચઢાવે છે અને હઝરત મોહમ્મદના સંદેશાઓ વાંચે છે. ઉપરાંત, આ દિવસ શક્ય તેટલી અલ્લાહની ઇબાદતમાં ખર્ચવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ઈદ એ મિલાદ ઉન નબીના દિવસે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
