US Election Result 2024 : શું હોય છે ઈલેક્ટોરલ વોટ? જાણો તે કેવી રીતે નક્કી કરે છે અમેરિકી ચૂંટણીના પરિણામો?
US Presidential Elections : અમેરિકી પ્રેસિડેન્ટ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે 277 ઈલેક્ટોરલ વોટ મેળવીને શાનદાર જીત મેળવી લીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી જંગમાં ઉતરેલા કમલા હેરિસને 214 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. અમેરિકી ચૂંટણી વચ્ચે ઈલેક્ટોરલ વોટને લઈને લોકો જાણવા માંગે છે, મોટાભાગના લોકોનો સવાલ એ છે કે આનાથી કેવી રીતે પરિણામ નક્કી થાય છે?

ઈલેક્ટોરલ વોટ શું છે અને તેનું મહત્વ?
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇલેક્ટોરલ વોટ્સ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિસ્ટમ અમેરિકામાં રાષ્ટ્રપતિની પસંદગી કરવાની એક અનોખી રીત છે, જે તેને અન્ય લોકશાહી દેશોથી અલગ પાડે છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો નિર્ણય લોકોના અભિપ્રાયથી સીધો નથી થતો, પરંતુ અહીં ઈલેક્ટોરલ કોલેજ નામની સંસ્થા કાર્યરત છે. આ કૉલેજમાં કુલ 538 સભ્યો છે જેમને ઇલેક્ટર્સ કહેવામાં આવે છે. આ મતદારો તેમના સંબંધિત રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે.
ઈલેક્ટોરલ વોટની સંખ્યા 538 છે, જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (435), સેનેટ (100) અને વોશિંગ્ટન ડીસી (3)ના સભ્યો છે. દરેક રાજ્ય તેની વસ્તી અનુસાર ઈલેક્ટોરલ વોટ મળે છે. કેલિફોર્નિયામાં સૌથી વધુ (55) અને નાના રાજ્યોને ઓછી સંખ્યામાં ઈલેક્ટોરલ વોટ મળે છે.
રાજ્યમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને રાજ્યના તમામ ઈલેક્ટોરલ વોટ મળે છે. મેઈન અને નેબ્રાસ્કા જેવા કેટલાક રાજ્યોમાં સિસ્ટમ થોડી અલગ છે. અહીં જિલ્લા સ્તરે મતોનું વિભાજન થાય છે.
રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારને 538 માંથી ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ વોટની જરૂર હોય છે. જો કોઈ ઉમેદવારને 270 મત ન મળે તો ચૂંટણી અંગેનો નિર્ણય હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
