Sheikh Hasina : ભાગેડુ નેતાઓને બીજા દેશમાં કેવી રીતે શરણ મળે? જાણો શું હોય છે પ્રક્રિયા?
બાંગ્લાદેશમાં લોકોના ગુસ્સા સામે વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભાગવુ પડ્યુ છે. અહેવાલો અનુસાર, તે હાલ ભારતમાં છે.
પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારતમાં છે અને કહેવામાં આવી રહ્યું છે કે કોઈ અન્ય દેશમાં શરણ લઈ શકે છે. જો કે, અમેરિકાએ તેના વિઝા કેન્સલ કરી દીધા છે અને બ્રિટને તેને આશ્રય આપવાનો ઈન્કાર કર્યો છે.

અહેવાલો અનુસાર, શેખ હસીના હવે કોઈ અન્ય યુરોપિયન દેશની મદદ લેવાનો પ્રયાસ કરી રહી છે. આ સ્થિતી વચ્ચે એ જાણવુ જરૂરી છે કે કોઈ નેતાને રાજકિય શરણ કેવી રીતે મળે?
1951ના કન્વેન્શનની કલમ 1(A)(2) શરણાર્થીને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે તેની જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, રાજકીય અભિપ્રાય અથવા ચોક્કસ સામાજિક જૂથની સભ્યપદને કારણે તેના પોતાના દેશની સરકાર દ્વારા સતાવણીને પાત્ર હોય, વ્યક્તિ આતંકવાદનો શિકાર છે અને તેના દેશમાં જવાથી ડરે છે તે કોઈપણ દેશમાં આશ્રય માટે અરજી કરી શકે છે.
જો કોઈ સામાન્ય વ્યક્તિ આ કારણોને લીધે તેના દેશમાંથી ભાગી જાય અને અન્ય કોઈ દેશમાં આશ્રય માંગે તો તે યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) ની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેના માટે અરજી કરી શકે છે.
જણાવી દઈએ કે, UNHCR સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી છે. પરંતુ કોઈ પણ દેશના પીએમ કે કોઈ મોટા નેતા કોઈ પણ દેશમાં આશરો લેવા ઈચ્છે તો તે ત્યાંની વર્તમાન સરકાર સાથે સીધી વાત કરી શકે છે. આ માટે તે પોતાના દેશમાં હાજર વિદેશ મંત્રાલય અથવા તે દેશના હાઈ કમિશનની મદદ લે છે.
જો કોઈ સામાન્ય વ્યક્તિ કોઈપણ દેશમાં આશ્રય માટે અરજી કરે તો તેણે તેની સાથે કેટલાક દસ્તાવેજો રાખવા પડે છે. આમાં પાસપોર્ટ સૌથી મહત્વપૂર્ણ છે. પાસપોર્ટ એકમાત્ર દસ્તાવેજ છે જે વિદેશી ધરતી પર સૌથી નક્કર ઓળખ કાર્ડ માનવામાં આવે છે.
પાસપોર્ટ વગર કોઈપણ વિદેશની ધરતી પર પગ પણ મુકી શકતા નથી. આ ઉપરાંત અન્ય કોઈપણ રાષ્ટ્રીય ઓળખ દસ્તાવેજ જેમ કે ઓળખ કાર્ડ, લગ્નનું પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ પણ રાખવું જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
