Ratan Tata Friendship : કોણ છે રતન ટાટાના 55 વર્ષ નાના મિત્ર? જાણો કેમ ચર્ચામાં છે આ દોસ્તી?
Ratan Tata Shantanu Naidu Friendship : ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ તેમના અતિમ સંસ્કાર પહેલા લોકો અંતિમ વિદાય આપવા માટે ઉમટી રહ્યાં છે.
રતન ટાટા જેટલા મોટા માણસ હતા એટલા જ સાદાઈથી જીવન જીવવા માટે જાણીતા હતા. રતન ટાટાની તેમનાથી 55 વર્ષ નાના મિત્ર સાથેની મિત્રતાની ખુબ ચર્ચા થાય છે.

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના હોલમાં રાખવામાં આવ્યો છે. અહીં લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચી રહ્યાં છે. રતન ટટાના સૌથી નજીકના સહાયક શાંતનુ નાયડુએ એક ભાવુક પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો.
શાંતનુ નાયડુ રતન ટાટાના નજીકના સાથી અને મિત્ર હતા, તેમણે LinkedIn પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, આ મિત્રતાએ મારી અંદર જે શૂન્યતા સર્જી છે તેને ભરવા માટે હું આખી જીંદગી પ્રયાસ કરીશ. પ્રેમ માટે વ્યક્તિએ દુઃખની કિંમત ચૂકવવી પડે છે. ગુડબાય મેરે પ્યારે લાઈટહાઉસ.
શાંતનુ નાયડુ અને રતન ટાટા વચ્ચેની મિત્રતાના મૂળ પ્રાણીઓ પ્રત્યે તેમના સહિયારા પ્રેમમાં સમાયેલા હતા. 2014 માં નાયડુએ રખડતા કૂતરાઓને બચાવવા પ્રતિબિંબીત કોલર બનાવ્યા ત્યારે રતન ટાટા તેમની પહેલથી પ્રભાવિત થયા હતા.
આ પછી રતન ટાટાએ નાયડુને તેમના માટે કામ કરવા આમંત્રણ આપ્યું. ત્યારથી બંને વચ્ચે ગાઢ મિત્રતા શરૂ થઈ. નાયડુ તેમના જીવનના છેલ્લા વર્ષોમાં રતન ટાટાના ખૂબ નજીકના મિત્ર બની ગયા હતા.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને રતન ટાટાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે, અમે રતન નવલ ટાટાને વિદાય આપતા ભારે ખોટની લાગણી સાથે છીએ. તેઓ માત્ર ટાટા માટે જ નહીં પરંતુ એક મહાન નેતા હતા.
તેમના નેતૃત્વએ ટાટા ગ્રૂપના વૈશ્વિક વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં તેમની નૈતિકતા અને મૂલ્યોને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
