Raj Kundra Pornography Case : ભારતમાં પોર્નોગ્રાફી જોવી કેટલો ગંભીર ગુનો? જાણો કેટલી સજા થઈ શકે?
Raj Kundra Pornography Case : પોર્ન ફિલ્મો બનાવીને કરોડો રૂપિયા બનાવનારા રાજ કુન્દ્રા ફરી એક વખત ચર્ચામાં છે. ઈડીએ તેના ઠેકાણાઓ પર રેડ કરી છે.
રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટીના ઠેકાણાઓ પર ઈડીએ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા કેસમાં રેડ છે. વિવિધ 15 જગ્યા પર તપાસ થઈ છે.

રાજ કુન્દ્રા પર હોટશોટ નામની એપ બનાવીને પોર્ન સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનો આરોપ છે. આ એપ ગૂગલ અને એપલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હતી, પરંતુ 2021માં કેસ નોંધાયા બાદ હટાવી દેવામાં આવી. ED આ મામલાની સઘન તપાસ કરી રહી છે.
આ પહેલા રાજ કુન્દ્રાની જુલાઈ 2021માં આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ફરીથી રાજ કુન્દ્રાના પરિસર પર EDના દરોડાને કારણે ભારતમાં પોર્નોગ્રાફી સંબંધિત કાયદાઓને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ સ્થિતી વચ્ચે તમને એક સવાલ થતો હશે કે પોર્નોગ્રાફી કરવી એ કેટલો ગંભીર ગુનો છે અને ભારતમાં તેને લઈને શું કાયદા છે?
જુલાઈ 2021માં રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આઈપીસીની કલમ 292 અને 296 હેઠળ અશ્લીલ સામગ્રી બનાવવા અને વેચવાનો આરોપ હતો. કલમ 420 હેઠળ વિશ્વાસ ભંગ અને છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
આ સિવાય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 અને 67(A) હેઠળ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અશ્લીલ સામગ્રી અપલોડ અને ટ્રાન્સમિટ કરવાનો આરોપ છે.
મહિલાઓને લગતી અશ્લીલ ફિલ્મો બનાવવા, વેચવા અને પ્રસારિત કરવાનો કેસ પણ મહિલા અભદ્ર પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ નોંધવામાં આવ્યો છે. આ આરોપો પોર્નોગ્રાફી રેકેટમાં તેની કથિત સંડોવણી સાથે સંબંધિત છે.
જણાવી દઈએ કે, ભારતમાં પોર્નોગ્રાફી સંબંધિત કાયદા સ્પષ્ટ અને કડક છે. અશ્લીલ સામગ્રીના નિર્માણ, વિતરણ અને પ્રસારણને રોકવા IPC અને અન્ય વિશેષ કાયદાઓ અસ્તિત્વમાં છે.
IPC ની કલમ 292 અને 293 હેઠળ અશ્લીલ સામગ્રીનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ ગેરકાયદેસર છે. IT એક્ટ 2000 ની કલમ 67 અને 67A હેઠળ ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા અશ્લીલ સામગ્રી પ્રકાશિત અથવા પ્રસારિત કરવા બગલ દંડ અને જેલ પણ થઈ શકે છે.
મહિલાઓ સાથે અવિવેકપુર્ણ પ્રતિનિધિત્વ અધિનિયમ 1986 હેઠળ મહિલાઓને અભદ્ર રીતે દર્શાવતી સામગ્રી બનાવવી અને ફેલાવવી એ ગુનો છે. બાળ જાતીય શોષણ અધિનિયમ POCSO હેઠળ બાળકો સાથે સંકળાયેલી પોર્નોગ્રાફી પર કડક નિયંત્રણો મુકાયા છે.
જો કે પોર્ન જોવું ભારતમાં ગેરકાયદેસર નથી, તેના પર કોઈ સ્પષ્ટ કાયદો નથી. ભારતીય બંધારણની કલમ 21 દરેક નાગરિકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર પ્રદાન કરે છે. 2015 માં ભારતની સર્વોચ્ચ અદાલતે મૌખિક રીતે કહ્યું હતું કે ખાનગી રૂમમાં પોર્ન જોવું વ્યક્તિગત સ્વતંત્રતાના દાયરામાં આવે છે. આને રોકવા માટે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને જ અનુસરી શકાય.
જો કે પોર્નોગ્રાફીનું ઉત્પાદન, વિતરણ અને જાહેર પ્રદર્શન સંપૂર્ણપણે ગેરકાયદે છે. તેથી જ્યાં સુધી તમે તેને તમારી ખાનગી જગ્યામાં જોઈ રહ્યા છો તે કાયદાનું ઉલ્લંઘન નથી.
બીજી તરફ અંગત રીતે પોર્નોગ્રાફી જોવી એ ગુનો નથી, પરંતુ તેને દર્શાવવું અને પ્રસારિત કરવું કાયદાકીય દાયરામાં આવે છે. વ્યાપારી લાભ માટે આવી સામગ્રી બનાવવી, વિતરિત કરવી અથવા પ્રસારિત કરવી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
