Parenting Tips: બાળકોને ક્યારેય ન કહો આ વાત, મગજ પર થાય છે અવળી અસર
Parenting Tips: બાળકોનું મન અતિ કોમળ હોય છે, જેમને બાળપણમાં જે શીખવવામાં આવે તે આખા જીવન દરમિયાન યાદ રહે છે. જેથી બાળપણમાં તેની સાથે થયેલું વર્તન તેના સ્વભાવ માટે જવાબદાર હોય છે.
આવામાં આપણે જાણે અજાણે બાળકોને અથવા બાળકો સામે એવી વાતો કરતા હોઇએ છીએ, જે વાત તેના મનમાં ઘર કરી જાય છે. બાળકો માતાપિતાને જોઇને જ સારી-ખરાબ વાતો શીખતા હોય છે.

બાળકનો ઉછેર કરવો એ માતા-પિતા માટે સરળ કામ નથી, પરંતુ દરેક માતા-પિતા ઈચ્છે છે કે, તેમનું બાળક એક સારો વ્યક્તિ બને, પરંતુ કેટલીકવાર આપણે ગુસ્સામાં બાળકોને એવી વાતો કહીએ છીએ, જેનાથી તેમના કોમળ મનને ઠેસ પહોંચે છે. આ અહેવાલમાં આપણે એવી વસ્તુઓ વિશે જાણીશું, જે તમારે તમારા બાળકને ક્યારેય ન કહેવી જોઈએ.
બાળકને ચૂપ કરવા - બાળકને દરેક મુદ્દા પર મૌન રાખવાથી અને તેને બોલવાની તક ન આપવાથી બાળક પર ખરાબ અસર પડે છે. જો તમે તમારા બાળકની સામે 'શટ અપ' જેવો શબ્દ વાપરો છો, તો આજે જ છોડી દો નહીંતર કાલે તમારું બાળક તમને ચૂપ કહેવાનું ચૂકશે નહીં.
શરમાવશો નહીં - બાળકને તેની ભૂલ માટે ક્યારેય શરમાવશો નહીં. તેને પ્રેમથી સમજાવો અને તેની ભૂલોમાંથી શીખવાની તક આપો.
સરખામણી કરશો નહીં - અન્ય લોકોના બાળકો તમારા કરતાં સારા છે, એવા વાક્યનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. સૌથી ખરાબ બાબત એ છે કે, તમારા બાળકની અન્યો સાથે સરખામણી કરવી. આનાથી બાળકમાં હીનતા સંકૂલ પેદા થાય છે, અને તે ડિપ્રેશનમાં જઈ શકે છે.
તમારા માટે સમય નથી - તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, તમારા બાળકને ક્યારેય ન કહો કે તમારી પાસે તેમના માટે સમય નથી. તમારે બાળકને પ્રેમથી સમજાવવું જોઈએ અને જો શક્ય હોય તો થોડો સમય તમારા બાળક માટે કાઢવો જોઇએ.
તમે આ નહીં કરી શકો - તમારી આ વસ્તુ બાળકને સંપૂર્ણપણે નિરાશ કરશે. બાળકને ક્યારેય ડિમોટિવેટ કરશો નહીં, તેથી ગમે તે થાય, બાળકો માટે ક્યારેય નિરાશાજનક શબ્દોનો ઉપયોગ કરશો નહીં.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
