New Year Celebration : નવા વર્ષે દુનિયામાં કેટલો દારૂ પીવાયો? આંકડો જાણીનં વિચારતા રહી જશો
New Year Celebration : ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષની ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે. લોકો દિલ ખોલીને નવા વર્ષે ઝૂમતા જોવા મળ્યા.
તમને જાણીને નવાઈ લાગશે કે નવા વર્ષે દુનિયામાં પાણીની જેમ દારૂ પીવાય છે. આ મોકા પર લોકો દિલ ખોલીને દારૂ પીવે છે. આ જ કારણ છે કે દારૂનું વેચાણ નવા રેકોર્ડ બનાવે છે.

31 ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીએ લોકો ઉત્સાહથી ઉજવણી કરે છે અને કરોડ રૂપિયાનો દારૂ પી જાય છે. શરાબના શોખીન લોકો કોઈપણ પ્રસંગે પીવાનો મોકો છોડતા નથી. ભારતીય શહેરોમાં પણ નવા વર્ષે પાર્ટી કલ્ચર એટલું પ્રચલિત છે કે મોટાભાગના બાર અને પબ હાઉસફુલ જોવા મળે છે.
દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં નવા વર્ષની ઉજવણી પર દારૂનું વેચાણ રેકોર્ડ તોડી નાખે છે. કારણ કે અહીં લોકો એક જ રાતમાં કરોડો રૂપિયાનો દારૂ પીવે છે.
જણાવી દઈએ કે, દુનિયાના દેશોમાં દારૂ પીવા અંગે અલગ-અલગ પ્રકારના આંકડા છે. Statista.com અનુસાર, રોમાનિયા આલ્કોહોલના વપરાશના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે, જ્યાં દારૂનો માથાદીઠ વપરાશ 16.91 લિટર છે.
આ પછી જ્યોર્જિયામાં દારૂનો વપરાશ 14.48 લિટર છે. ચેકિયા ત્રીજા સ્થાને છે, જ્યાં માથાદીઠ દારૂનો વપરાશ 13.3 લિટર છે. માથાદીઠ દારૂનો વપરાશ લાતવિયામાં 12.95 લિટર, જર્મનીમાં 12.20 લિટર, સેશેલ્સમાં 12.13 લિટર અને ઑસ્ટ્રિયામાં 12.02 લિટર છે.
દારૂ પીનારાઓની યાદીમાં ભારત પણ પાછળ નથી. આંકડા અનુસાર, ભારતમાં સરેરાશ દારૂનો વપરાશ 4.96 લિટર પ્રતિ વ્યક્તિ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આ આંકડો પ્રતિ વ્યક્તિ 0.11 લિટર છે.
જણાવી દઈએ કે, નવા વર્ષે દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઈડામાં 14 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે. ઉત્તરાખંડમાં 14 કરોડ રૂપિયાથી વધુનો દારૂ વેચાયો. વિશ્વમાં દારૂના વેચાણ અંગે કોઈ પુષ્ટિ થયેલા આંકડા નથી પરંતુ માનવામાં આવે છે કે નવા વર્ષ પર દુનિયાભરના લોકોએ હજારો કરોડ રૂપિયાનો દારૂ પીધો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
