Most Corrupt Country : દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત સામેલ, જાણો લિસ્ટમાં ક્યાં છે નામ?
Most Corrupt Country : દુનિયામાં જ્યારે જ્યારે ભ્રષ્ટાચારની ચર્ચા આવે ત્યારે ભારતનું નામ ચોક્કસ આવે. આ વાત હાલના એક રેન્કિંગમાં સાબિત થઈ છે.
ભ્રષ્ટાચાર મામલે ભારતની સ્થિતિ વર્ષ 2024માં પણ સારી નથી. આખી દુનિયાના 92 દેશો કરતાં આપણે વધુ ભ્રષ્ટ છીએ. ભારતને અંગ્રેજોથી આઝાદી મળ્યાને 78 વર્ષ થઈ ગયા પરંતુ દેશ હજુ પણ ભ્રષ્ટાચારના ગરકાવ છે.

તમને જણાવી દઈએ કે, નિમ્ન કક્ષાના ગ્રામ સેવક-પટવારીથી માંડીને દેશના સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલા અનેક IAS અધિકારીઓ ભ્રષ્ટ છે. નેતાઓમાં પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોની કમી નથી.
ગ્લોબલ કરપ્શન ઇન્ડેક્સ રિપોર્ટ 30 જાન્યુઆરી 2024 ના રોજ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ભારત વિશ્વમાં 180 ની યાદીમાં 93મા ક્રમે છે. વિશ્વના 92 દેશોમાં ભારત કરતાં ઓછો ભ્રષ્ટાચાર છે અને 87 દેશોમાં ભારત કરતાં વધુ ભ્રષ્ટાચાર છે.
વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ સોમાલિયા છે જ્યારે સૌથી ઓછો ભ્રષ્ટ ડેનમાર્ક છે, જે સતત છઠ્ઠા વર્ષે વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ટોચ પર છે. ભારતના ઘણા પડોશીઓ તેનાથી પણ વધુ ભ્રષ્ટ છે. યાદીમાં પાકિસ્તાન 133માં, શ્રીલંકા 115માં, બાંગ્લાદેશ 149માં સ્થાને છે.
ભારતની વાત કરીએ તો, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના 2022 ના અહેવાલ મુજબ, ભારતમાં સૌથી વધુ ગુનાઓ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે. રાજસ્થાન બીજા સ્થાને અને કર્ણાટક ત્રીજા સ્થાને છે. વર્ષ 2020 અને 2021માં પણ આ ત્રણ રાજ્યો ટોપ-3માં હતા.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તમિલનાડુ એવા રાજ્યો છે જ્યાં સૌથી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા છે.
એનસીઆરબી અને લોકલ સર્કલ ઈન્ડિયા કરપ્શન સર્વે રિપોર્ટમાં ઉલ્લેખ છે કે લોકોએ જમીન સંબંધિત મામલામાં સૌથી વધુ લાંચ આપવી પડે છે. આ પછી પોલીસ બીજા સૌથી ભ્રષ્ટ વિભાગોમાં સામેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
