Maha kumbh 2025 : ભારતમાં ક્યારે અને કેવી રીતે મહા કુંભ મેળાની શરૂઆત થઈ? જાણો ઇતિહાસ
Maha kumbh 2025 : ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. આ મેળા ભારતના ચાર જુદા જુદા શહેર નાસિક, ઉજ્જેન, પ્રયાગરાજ અને હરિદ્વારમાં યોજાય છે.
દર 12 વર્ષે કુંભ અને 144 વર્ષે મહા કુંભ મેળો યોજાય છે. જણાવી દઈએ કે, કુંભ મેળાનો ઇતિહાસ આજકાલનો નથી પરંતું ઇસવીસન પૂર્વથી ચાલ્યો આવે છે.

હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને અમરત્વનો મેળો કહેવામાં આવ્યો છે. એટલે જ કુંભ મેળામાં લાખો ભક્તો સ્નાન કરવા માટે આવે છે, જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં દુનિયાભરના સાધુઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે.
મહાકુંભનો ઇતિહાસ
મહાકુંભનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ભારતીય ગ્રંથો અનુસાર માનવામાં આવે છે કે પ્રથમ કુંભ મેળો સત્યયુગમાં યોજાયો હતો. જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે કુંભ મેળો સમુદ્ર મંથન પછી શરૂ થયો હતો. આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.
વિદ્વાનોના મતે કુંભની પરંપરા હજારો વર્ષ જૂની છે. પ્રાચીન શિલાલેખોમાં પણ મહાકુંભનો ઐતિહાસિક ઉલ્લેખ જોવા મળે છે. 600 બીસીમાં બૌદ્ધ લખાણોમાં નદીના મેળાઓની હાજરીના પુરાવા છે.
માન્યતા અનુસાર, સમુદ્ર મંથન સમયે દેવતાઓ અને દાનવો અમૃત માટે લડી રહ્યા હતા ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત અમૃત લઈને ભાગી ગયો. રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડ્યા. આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું.
જ્યારે જયંત અમૃત કળશ લઈને ભાગ્યો ત્યારે અમૃત કળશના કેટલાક ટીપાં આ ચાર સ્થળોએ પડ્યા જ્યાં આજે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ત્યારથી, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, વર્ષ 2025 માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલો આ મેળો 45 દિવસ સુધી ચાલશે અને 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
