લક્ઝરી લાઈફ જીવી રહ્યો છે ભિખારી, મુંબઈમાં ફ્લેટ, બિઝનેસમાં લગાવ્યા છે લાખો રુપિયા
India Richest Beggar Bharat Jain: જ્યારે લોકો 'ભિખારી' શબ્દ સાંભળે છે ત્યારે તેમના મગજમાં એક જ ચિત્ર ઉભરે છે. ફાટેલા કપડા, દયનીય જીવન, ના રહેવા માટે ઘર, ના ખાવા માટે યોગ્ય ભોજન. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો એવા પણ છે જેઓ ભીખ માંગવાને એક આકર્ષક વ્યવસાયમાં ફેરવી નાખ્યા છે.
મુંબઈનો રહેવાસી ભરત જૈન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી અમીર ભિખારીઓમાંનો એક છે. તેની પાસે કરોડોની સંપત્તિ છે. 54 વર્ષીય ભરત જૈન છેલ્લા 40 વર્ષથી મુંબઈમાં ભીખ માંગે છે. ભરત જૈન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અથવા આઝાદ મેદાનની આસપાસ ભીખ માગતો જોવા મળે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, ભરત જૈન લગભગ 10થી 12 કલાક ભીખ માંગીને 2,000થી 2,500 રૂપિયાની કમાણી કરે છે. ભીખ માંગતો હોવા છતાં, ભરત જૈનની આર્થિક સ્થિતિ ઘણી સારી છે, તેની કુલ સંપત્તિ લગભગ 7.5 કરોડ રૂપિયા છે.
એટલું જ નહીં, ભરત જૈન તેના પરિવાર સાથે મુંબઈના પરેલ વિસ્તારમાં 2 BHK ફ્લેટમાં રહે છે, જેની કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયા છે. ઘર સિવાય, તેની પાસે થાણેમાં બે દુકાનો છે, જેમાંથી તે દર મહિને ભાડા તરીકે 30 હજાર રૂપિયા કમાય છે. સ્ટેશનરીની દુકાન પણ છે.
તેના બાળકો કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત ભરત જૈને એક-બે વ્યવસાયમાં પણ નાણાં રોક્યા છે, જે તેની સંપત્તિમાં વધુ ફાળો આપે છે. ભરત જૈને અત્યાર સુધી ભીખ માંગીને કરોડોની સંપત્તિ એકઠી કરી છે. જો કે, તેના પરિવારના સભ્યો દ્વારા વારંવાર ના પાડવા છતાં, ભરત જૈન ભીખ માંગવાનું બંધ કરતો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
