વ્યક્તિ ઉંઘ્યા વીના કેટલો સમય ચલાવી શકે? જાણો કોના નામે છે સૌથી વધુ જાગવાનો રેકોર્ડ?
કોઈપણ વ્યક્તિને સારી રીતે જીવન જીવવા ઉંઘ સૌથી જરૂરી વસ્તુ છે. જો પુરી ઉંઘ ન મળે તો વ્યક્તિ ઘણી મોટી બિમારીઓનો શિકાર બની છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર દરેક વ્યક્તિ ફરજીયાત 7 કલાક જેટલી ઉંઘ લેવી જરૂરી છે. હવે સવાલ એ છે કે કોઈ વ્યક્તિ કેટલો સમય ઉંઘ લીધા વગર રહી શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે એક વ્યક્તિએ સતત 12 દિવસ જાગીને રેકોર્ડ બનાવ્યો છે. એક ઓસ્ટ્રેલિયન યુટ્યુબર 12 દિવસ સુધી જાગતો રહ્યો અને સૌથી વધુ સમય સુધી જાગૃત રહેવાનો રેકોર્ડ બનાવવા યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. આ દરમિયાન તેનામાં ઘણા શારીરિક ફેરફારો જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના યુટ્યુબર નોર્મે સતત 12 દિવસ જાગતા રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ રેકોર્ડ બનાવી શક્યો નહીં. આ સમયગાળા દરમિયાન નોર્મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે આવા કોઈ કામને સત્તાવાર રીતે માન્યતા આપશે નહીં, જેમાં ઊંઘની અછતને લગતા જોખમો સામેલ હોઈ શકે. ગિનેસ બુકની ટીમ પણ માને છે કે ઊંઘ માનવ માટે મહત્વપૂર્ણ છે, આવા રેકોર્ડ્સ જોખમ ઊભું કરી શકે છે.
જણાવી દઈએ કે, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 6 કલાક ઊંઘ લેવી જરૂરી છે. નિષ્ણાતોના મતે, જે લોકોને પૂરતી ઊંઘ નથી આવતી તેમને બીજા દિવસે થાક, સુસ્તી, કામમાં રસ ન લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ સિવાય રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવા, વિચારવાની સમસ્યાઓ અને વજન વધવાનું જોખમ રહેલું છે. આ સિવાય ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય કેન્સર જેવી જીવલેણ બીમારી થવાનો ખતરો પણ રહે છે. રિસર્ચ અનુસાર, જો તમે સતત 11 દિવસ સુધી ઊંઘતા નથી તો તમારું મોત પણ થઈ શકે છે.
સૌથી વધુ દિવસો સુધી જાગતા રહેવાનો રેકોર્ડ કોની પાસે છે?
જણાવી દઈએ કે નોર્મ આ રેકોર્ડ સત્તાવાર રીતે બનાવી શક્યા નથી પરંતુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં એક નામ છે જે સૌથી વધુ જાગૃત રહેવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.
1986 માં કેલિફોર્નિયાના રોબર્ટ મેકડોનાલ્ડ સૌથી વધુ જાગૃત રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. રોબર્ટ 453 કલાક અને 40 મિનિટ સુધી જાગ્યો હતો. આ 18 દિવસ, 21 કલાક અને 40 મિનિટ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
