કોઈ સિટિંગ જજને કેવી રીતે પદ પરથી હટાવી શકાય? જાણો મહાભિયોગની પ્રક્રિયા
હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર યાદવ તેના વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચામાં છે. બંધારણ વિરોધી વર્તન અને નિવેદન માટે તેમની દેશભરમાં ટીકા થઈ રહી છે.
કટ્ટકપંથી હિન્દુ સંગઠનના એક કાર્યક્રમમાં તેમના વાણી વિલાસ બાદ લોકો પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યાં છે. આ સિવાય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી કાર્યવાહીની માંગ કરાઈ છે.

અહેવાલો એવા પણ છે કે આ બંધારણની મર્યાદા વિરૂદ્ધ વાણી વિલાસ કરનારા જજને હટાવવા વિપક્ષોએ મહાભિયોગ લાવવાની તૈયારી શરૂ કરવાની તૈયારી કરી છે.
કેવી રીતે થાય છે મહાભિયોગ પ્રક્રિયા?
ભારતીય બંધારણની કલમ 124(4) અનુસાર, સુપ્રીમ કોર્ટના કોઈપણ ન્યાયાધીશ સામે મહાભિયોગ શરૂ કરી શકાય છે. આ જોગવાઈઓ હાઈકોર્ટના જજને પણ લાગુ પડે છે.
ભારતીય બંધારણની કલમ 124 (4) મુજબ, ગેરવર્તણૂક અને અસમર્થતા એટલે કે સાબિત ગેરવર્તણૂક અને અસમર્થતા હોય તો સંસદ દ્વારા મહાભિયોગ પ્રક્રિયા હેઠળ ન્યાયાધીશને દૂર કરી શકાય છે.
આ પછી સંસદના બંને ગૃહોમાં ચર્ચા થાય છે. જેમાં જજને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા બહુમતી જરૂરી છે અને નિર્ણય સંસદ દ્વારા લેવામાં આવે છે. તેના પર અંતિમ મહોર ભારતના રાષ્ટ્રપતિ લગાવે છે.
સંસદમાં મહાભિયોગ દરખાસ્ત પછી તપાસ સમિતિ તેનો અહેવાલ પૂર્ણ કરે છે અને તેને લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરે છે. આ પછી બંને ગૃહોમાં અહેવાલ પર ચર્ચા થાય છે.
જો તપાસ અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપો સાચા ન જણાય તો ત્યાં જ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવે છે. ત્યારબાદ બંને ગૃહોએ રાષ્ટ્રપતિને આરોપી જજને હટાવવાની ભલામણ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
