BSF Foundation Day 2024 : ક્યારે થઈ હતી BSF ની સ્થાપ્ના? જાણો ભારતની સરહદો સલામત રાખતા જવાનોની શૌર્યગાથા
BSF Foundation Day 2024 : ભારતની લાંબી સરહદોની સુરક્ષાની જવાબદારી બીએસએફના ખંભે છે. ભારતની આ પેરા મિલિટરી ફોર્સ દેશને પાકિસ્તાન અને બાંગ્લાદેશના આતંકીઓના નાપાક ઇરાદાથી બચાવે છે.
આજે 1 ડિસેમ્બરે બીએસએફનો 60 મોં સ્થાપ્તના દિવસ છે. ભારતની આ ફોર્સનો ઇતિહાસ હજારો શોર્યગાથાથી ભરેલો છે. જે દરેક ભારતીયને ગર્વથી ભરાવી શકે છે.

બીએસએફનું સૂત્ર છે "કોઈપણ કાર્ય, કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ". બીએસએફે અત્યાર સુધી આ વાતને સાહિત કરી છે. BSF એ ભારતનું પ્રાથમિક સીમા સુરક્ષા દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે.
બીએસએફમાં આજે 2.65 લાખથી વધુ પુરૂષો અને મહિલાઓ સૈનિકો સેવા આપી રહ્યાં છે. આ તેને વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ બનાવે છે.
BSF ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદોની સુરક્ષાની મહત્વપૂર્ણ જવાબદારી સાથે યુદ્ધ અને શાંતિના સમયમાં અલગ-અલગ ભૂમિકાઓ સાથે કામ કરે છે.
BSF યુદ્ધ, શાંતિ અને પડકારજનક નો-વોર-નો-પીસ સિચ્યુએશનના સમયમાં બહુવિધ ઓપરેશન ચલાવવામાં પોતાની કાબેલિયત સાબિત કરી ચુક્યુ છે.
સરહદ સુરક્ષા ઉપરાંત BSF આંતરિક સુરક્ષામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં જ મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં BSFએ મોટી ભૂમિકા ભજવી છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી કરવામાં આવી હતી. BSFમાં 4 ડિઝાસ્ટર મેનેજમેન્ટ બટાલિયન સહિત કુલ 193 બટાલિયન છે અને 2 લાખથી વધુ સૈનિકો કાર્યરત છે.
બીએસએફ પાસે એર વિંગ, મરીન વિંગ, કમાન્ડો યુનિટ અને આર્ટિલરી રેજિમેન્ટ પણ છે. આ ઉપરાંત કેમલ સ્કવોટ અમે ડોગ સ્ક્વોડ પણ સામેલ છે. BSFને ભારતની પ્રથમ રક્ષા પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતની સરહદોનું રક્ષણ કરવા ઉપરાંત BSF 4 બટાલિયન NDRF ની પણ છે. આ કુદરતી આફતો દરમિયાન રાહત અને બચાવ કામગીરી કરે છે. બીએસએફના પ્રથમ વડા અને સ્થાપક કેએફ રૂસ્તમજી હતા. BSF ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.
BSFની મુખ્ય ભૂમિકાઓમાં 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971નું બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ, 1999નું કારગિલ સંઘર્ષ અને કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજયનો સમાવેશ થાય છે.
બીએસએફની મહત્વની જવાબદારીઓ
- સરહદ સુરક્ષા ઉપરાંત BSF ભારતીય સેના સાથે LOC પર તૈનાત છે. તે સમગ્ર દેશમાં આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી ફરજોમાં વ્યાપકપણે સામેલ છે. 1990 થી 2005 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના શિખર દરમિયાન તેની ભૂમિકાને કારણે ઘણા આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. બીએસએફે 11 હજાર આતંકીઓને ઠેકાણે પાડ્યા છે.
- BSF એ આંતરિક સુરક્ષા, આતંકવાદ-વિરોધી અને નક્સલ-વિરોધી કામગીરીમાં નોંધપાત્ર કામગીરી કરી છે. 1992 થી BSFના ઘણા સૈનિકોએ માતૃભૂમિની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવવા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે.
- BSF આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. બીએસએફ તેના ઘણા કર્મચારીઓને યુએન મિશનમાં મોકલે છે. તાજેતરમાં કોંગોમાં યુએન પીસકીપીંગ મિશનમાં બે બહાદુર BSF સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. તેમને મરણોત્તર ડેગ હમ્મરસ્કજોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
- વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ પોતાની જાતને આધુનિક સંસાધનો, ટેકનોલોજીથી સજ્જ કરવાની સાથે હિંમત અને સખત મહેનત સાથે સરહદોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા સાથે વિકાસ કરી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
