Sheikh Hasina Net Worth: ઘર અને દેશ છોડીને ભાગેલા શેખ હસીના કેટલી સંપત્તિના છે માલિક?
Sheikh Hasina Net Worth: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ તે દેશ છોડીને ભાગી ગયા હતા. સેનાએ હાલમાં દેશની કમાન સંભાળી લીધી છે. હવે બાંગ્લાદેશ આ બળવાને કારણે હેડલાઈન્સમાં છે.
તમને જણાવી દઈએ કે શેખ હસીનાની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવે છે, હવે તે દેશ છોડવાને કારણે ચર્ચામાં છે. હવે આવી સ્થિતિમાં શેખ હસીના સાથે જોડાયેલા અનેક પ્રકારના સમાચાર સાંભળવા મળી રહ્યા છે.

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શેખ હસીનાના ઘરે કામ કરતો નોકર પણ અમેરિકામાં રહે છે અને તેની પાસે 284 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે શેખ હસીના પાસે કેટલી સંપત્તિ છે? અને તે કેટલી સંપત્તિ છોડીને ભાગ્યા છે?
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પીએમ તરીકે સેવા આપી છે. હાલમાં તેમણે પોતાની ચોથી ટર્મ પૂરી કરી રહી હતી. તેમને વાર્ષિક 9,92,922.00 રૂપિયાનો પગાર મળતો હતો. તેમને દર મહિને 86 હજાર રૂપિયા પગાર મળતો હતો.
ચૂંટણી પંચને સોંપવામાં આવેલા એફિડેવિટ મુજબ શેખ હસીનાની કુલ સંપત્તિ 4 કરોડ 36 લાખ રૂપિયા છે. ચૂંટણી પહેલા આપેલા તેમના સોગંદનામા મુજબ, તેમણે વર્ષ 2022માં 1 કરોડ 7 લાખ ટાકા (બાંગ્લાદેશી ચલણ) કમાણી કરી હતી અને તેનો નોંધપાત્ર હિસ્સો કૃષિ ક્ષેત્રમાંથી આવે છે.
2018ની સરખામણીમાં કૃષિમાંથી તેમની આવકમાં અનેકગણો વધારો થયો છે. શેખ હસીનાના ઈન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે તેમની આવક 1 કરોડ 91 લાખ રૂપિયા છે. આ સિવાય શેખ હસીનાએ છેલ્લા ચાર વર્ષમાં કુલ 75 લાખ રૂપિયાના ફિક્સ્ડ ડિપોઝિટ અને સેવિંગ્સ બોન્ડ ખરીદ્યા છે.
ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ માછલીની ખેતીમાંથી પણ આવક મેળવે છે. તેની પાસે દાનમાં આપેલી કાર પણ છે. તેમના નામે 6 એકર ખેતીની જમીન છે. તે બીએ પાસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
