Trump Tariff : ટેરિફને લઈને ટ્રમ્પે વધુ એક પલટી મારી, સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ચિપ પર ટેરિફ નહીં લાગે
Trump Tariff : ટેરિફ ટેરર વચ્ચે અમેરિકાએ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેિસીપ્રોકલ ટેરિફના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, અમેરિકાએ સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટરના પાર્ટ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને નવા ટેરિફના દાયરામાંથી બહાર રાખી છે. હવે આ વસ્તુઓ પર વધુ ટેક્સ નહીં ભરવો પડે.

આ નિર્ણયથી સૌથી વધુ લાભ Apple અને Samsung જેવી મોટી ટેક કંપનીઓને થવાનો છે. પહેલાં ચીનથી આવતા આવા પ્રોડક્ટ્સ પર લગભગ 125% જેટલો ટેરિફ લાગતો હતો. હવે તેને ઘટાડીને મોટા ભાગની પ્રોડક્ટ્સને ટેરિફ મુક્ત કરવામાં આવી છે.
આ પ્રકારના સ્માર્ટફોન અને કમ્પ્યુટર જેવા ઉપકરણો હજુ પણ અમેરિકામાં મોટા પ્રમાણમાં બનતા નથી. જો કોઈ દેશ ઈચ્છે કે આ વસ્તુઓ પોતાના દેશમાં બનેૃ તો તેમાં ઘણા વર્ષો લાગી જાય. આથી જ આ સમયે કંપનીઓ માટે ટેરિફમાં છૂટ આપવામાં આવી છે.
ટ્રમ્પના નવા નિયમો અનુસાર, સેમીકન્ડક્ટર બનાવવા માટે જે મશીનો વપરાય છે તે પણ ટેરિફથી મુક્ત રહેશે. ખાસ કરીને Taiwan Semiconductor Manufacturing Company (TSMC) જેવી વૈશ્વિક કંપનીઓને આ નીતિથી ફાયદો થશે, જેમણે અમેરિકામાં મોટા રોકાણ માટેની તૈયારી દર્શાવી છે.
આ નવા નિર્ણયથી ટેક ઉદ્યોગને મોટો રાહત મળશે. ખાસ કરીને Apple, Samsung અને Semiconductor ઈન્ડસ્ટ્રીઝ હવે વધુ મુક્તતાથી ઉત્પાદન અને આયાત-નિકાસ કરી શકશે.
જણાવી દઈએ કે, દુનિયાભરમાં ભારે ટીકાનો સામનો કરી રહેલા ટ્રમ્પ સમયે સમયે પલટી મારી રહ્યાં છે. પહેલા ચીન સિવાયના તમામ દેશો પર ટેરિફ હટાવીને માત્ર 10 ટકા કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
