Share bazar news : એનર્જી સેક્ટરના આ ત્રણ શેર 80 ટકા સુધી ઉછળી શકે છે
Share bazar news : શેરબજાર માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય બ્રોકરેજ કંપની ICICI સિક્યોરિટીઝે દેશની અગ્રણી નવીન ઊર્જા કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, NTPC ગ્રીન એનર્જી અને ACME સોલાર હોલ્ડિંગ્સને લઈને પોઝિટિવ સમાચાર આપ્યા છે.
કંપનીનું માનવું છે કે આગામી દિવસોમાં આ શેરોમાં સારી ભળતી તેજી જોવા મળી શકે છે. ICICI સિક્યોરિટીઝે પોતાના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે, તે આ કંપનીઓની મૂલ્યાંકન પ્રક્રિયા મૂડી ખર્ચ (CAPEX), EBITDA વૃદ્ધિ, નવીન ઊર્જાના સ્ત્રોતોની ઉપલબ્ધતા, કંપનીની સ્કેલ અને તેના ડિલિવરી ટ્રેક રેકોર્ડના આધારે કરી રહ્યા છે. આ તમામ પેરામીટર્સ આ કંપનીઓને આગામી વર્ષોમાં ઊંચે લઈ જઈ શકે છે.

અદાણી ગ્રીન એનર્જી : લક્ષ્યાંક 1,150 રૂપિયા
અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) માટે ICICI સિક્યોરિટીઝે 1,150ના લક્ષ્યાંક સાથે બાય રેટિંગ જારી રાખ્યું છે. હાલમાં આ શેર 925 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે, અહીંથી આશરે 24%ના વધારાની શક્યતા દેખાઈ રહી છે.
અદાણી ગ્રીન દેશની સૌથી મોટી નવીનીકરણીય ઊર્જા કંપનીઓમાંની એક છે, જેના મોટા પ્રમાણમાં પોર્ટફોલિયો, સરકારનો સપોર્ટ અને પ્રોજેક્ટ ડિલિવરીમાં વિશ્વસનીયતા ધરાવે છે. તેની અગ્રેસિવ ગ્રોથ સ્ટેટર્જી તેને ઊર્જા ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે.
ACME સોલાર હોલ્ડિંગ્સ : લક્ષ્યાંક 35 રૂપિયા
ACME સોલાર હોલ્ડિંગ્સ માટે ICICI સિક્યોરિટીઝે સૌથી વધુ આકર્ષક લક્ષ્યાંક આપ્યો છે. હાલમાં લગભગ 19ના આસપાસ ટ્રેડ થતો આ શેર 80 ટકા સુધીના ઉછાળાની સંભાવના ધરાવે છે, બ્રોકરેજે તેનું લક્ષ્યાંક 35 રૂપિયા નક્કી કર્યું છે.
ACME સોલાર દેશની આગળ પડતી એક ઊર્જા કંપની છે, જે સસ્તા દરે સૌર ઊર્જા જનરેટ કરવા માટે જાણીતી છે. તેની સ્કેલ અને નવી ટેક્નોલોજીના ઉપયોગને કારણે તેનું મૂલ્યાંકન વધુ વધવાની શક્યતા છે.
NTPC ગ્રીન એનર્જી: લક્ષ્યાંક 112 રૂપિયા
NTPC ગ્રીન એનર્જી દેશની સૌથી મોટી પાવર જનરેશન કંપની NTPCની સબસિડિયરી છે, તેનો હાલનો બજાર ભાવ 97.38 રૂપિયા છે. ICICI સિક્યોરિટીઝે અહીં 15% ટકાનો ટાર્ગેટ આપ્યો છે અને લક્ષ્યાંક 112 રૂપિયા નક્કી કર્યો છે.
NTPC ગ્રીન જાહેર ક્ષેત્રની કંપની હોવાને કારણે તેના માટે સરકારના સ્ટ્રેટેજિક સપોર્ટ અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ તેનુ મૂલ્યાંકન વધારે મજબૂત બનાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
