ક્રૂડના ભાવ વધવાના કારણે ઓઈલ કંપનીઓને લિટર દીઠ રુ.3ની ખોટ, હવે વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ?

Petrol-Diesel Price: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ એપ્રિલ 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે સરકારી માલિકીની ઓઈલ માર્કેટીંગ કંપનીઓને એક લિટર ડીઝલ પર ત્રણ રુપિયાની ખોટ જઈ રહી છે.

નોંધનીય છે કે ગયા વર્ષે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ આ વર્ષે જાન્યુઆરીના બીજા સપ્તાહથી ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી વધવા લાગ્યા છે. જેના પરિણામે ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં થતો નફો પણ ઘટવા લાગ્યો છે.

Petrol

ઓઈલ ઈન્ડસ્ટ્રીના એક ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ પર નફામાં ઘટાડો અને ડીઝલ પરના નુકસાનને કારણે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ છૂટક કિંમતો ઘટાડવાનું ટાળી રહી છે. એપ્રિલ 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ઈંધણ ઉદ્યોગના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'ડીઝલ પરનુ નુકસાન 3 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ પહોંચી ગયું છે. પેટ્રોલ પર પ્રોફિટ માર્જિન પણ ઘટીને 3-4 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે, જે થોડા સમય પહેલા 8થી 10 રૂપિયા પ્રતિ લિટર હતું.

પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સરકાર કિંમતો નક્કી કરતી નથી અને ઓઈલ કંપનીઓ તમામ આર્થિક પાસાઓને ધ્યાનમાં લઈને નિર્ણય લે છે. કંપનીઓ કહી રહી છે કે બજારમાં હજુ પણ અસ્થિરતા છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગામી સમયમાં ઈંધણની કિંમતોમાં થોડો વધારો થઈ શકે છે.

આ દરમિયાન ઈંધણના ભાવ મુદ્દે સરકાર પર હુમલો કરતા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હોવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહિ કરીને પ્રજાને લૂંટવાનુ ચાલુ રાખ્યુ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં 38 ટકાનો ઘટાડો થયો હોવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X