જો તમારી પાસે પણ છે SBIનું ATM તો મળશે 20 લાખનો વીમો, જાણો કેવી રીતે થશે ફાયદો
જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં બેંક ખાતું છે, તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે બેંકના ડેબિટ કાર્ડથી તમને 20 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. જો કે ઘણા લોકો આ બાબતથી વાકેફ છે અને
જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં બેંક ખાતું છે, તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે બેંકના ડેબિટ કાર્ડથી તમને 20 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. જો કે ઘણા લોકો આ બાબતથી વાકેફ છે અને માહિતીના અભાવે લોકો ડેબિટ કાર્ડ સાથે ઉપલબ્ધ આ લાભનો લાભ લઈ શકતા નથી. SBI તેના ડેબિટ કાર્ડ ધરાવતા ખાતાધારકોને 20 લાખ સુધીનો મફત વીમો આપે છે.

આરબીઆઈના નિયમો મુજબ એટીએમ પર વીમો આપવો ફરજિયાત છે. નિયમો અનુસાર, જો તમે ઓછામાં ઓછા 45 દિવસ પહેલા કોઈપણ રાષ્ટ્રીયકૃત અથવા બિન-રાષ્ટ્રીયકૃત બેંકના ATM કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે આ વીમો મેળવવા માટે હકદાર છો. આ માટે તમને કેટલો ક્લેમ મળશે, તે તમારા ATM કાર્ડની કેટેગરી પર પણ નિર્ભર કરે છે.
બેંકો તેમના ગ્રાહકોને ત્રણ કેટેગરીમાં ATM કાર્ડ પ્રદાન કરે છે. ક્લાસિક, પ્લેટિનમ અને સામાન્ય કાર્ડ સહિત. દરેક કાર્ડ પર વીમાની રકમ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, સામાન્ય માસ્ટર કાર્ડ પર માત્ર 50000 રૂપિયાનો વીમો ઉપલબ્ધ છે. જ્યારે ક્લાસિક એટીએમ કાર્ડ પર 1 લાખ રૂપિયાનો વીમો મળે છે. બીજી તરફ, વિઝા કાર્ડ પર 1.5 થી 2 લાખ રૂપિયાનો વીમો મળે છે, જ્યારે પ્લેટિનમ કાર્ડ પર 5 લાખ સુધીનો વીમો મળે છે. આ સિવાય Rupay કાર્ડ પર 1 થી 2 લાખ રૂપિયાનો વીમો મળે છે.
નિયમો અનુસાર જો એટીએમ કાર્ડ ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના પરિવારને કાર્ડની શ્રેણી અનુસાર વીમાની રકમ આપવામાં આવશે. કાર્ડની કેટેગરી અનુસાર આ રકમ 5 લાખ રૂપિયા સુધીની હશે, જ્યારે કાર્ડ ધારક અક્ષમ થઈ જાય તો તેને 50 હજારથી 1 લાખ રૂપિયા મળે છે.
કાર્ડ ધારકના પરિવાર અથવા કાર્ડ ધારકે બેંકમાં જઈને દાવો કરવો પડશે. કાર્ડ ધારકના નોમિનીએ સંબંધિત બેંકમાં જઈને આ અંગે દાવો કરવાનો રહેશે, અને ફોર્મ ભરવાનું રહેશે. તેઓએ કાર્ડ ધારકની સારવારનો પુરાવો અને પોલીસમાં નોંધાવેલ અકસ્માતની ફરિયાદની નકલ આપવાની રહેશે. મૃત્યુના કિસ્સામાં, આશ્રિતનું પ્રમાણપત્ર, એફઆઈઆરની નકલ અને મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું રહેશે. કાગળની કાર્યવાહી પૂર્ણ થયા પછી, બેંક કાર્ડ ધારક અથવા કાર્ડ ધારકના આશ્રિતને વીમાની રકમ આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
