Gold Rate Today: સોનું ફરી થયું મોંઘું, અત્યાર સુધીમાં ₹21,871નો વધારો, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Rate Today 21 February 2026: સોનાએ ફરી એકવાર રફ્તાર પકડી છે. 21 ફેબ્રુઆરી 2026ની સવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડ ₹1,57,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનું ₹1,44,260 અને 24 કેરેટ સોનું ₹1,57,380 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. જ્યારે 20 ફેબ્રુઆરીએ ઝવેરી બજારમાં ભાવ ₹850 વધીને ₹1,59,500 સુધી પહોંચી ગયા હતા.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 20 ફેબ્રુઆરીએ પણ તેજી જોવા મળી હતી. 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹496 ઉછળીને ₹1.55 લાખને પાર કરી ગયું, જ્યારે ચાંદી ₹5,000 વધીને ₹2.50 લાખ પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. વર્ષ 2026માં અત્યાર સુધીમાં સોનું ₹21,871 અને ચાંદી ₹19,894 મોંઘી થઈ ચુકી છે. 29 જાન્યુઆરીએ સોનાએ ₹1.76 લાખ અને ચાંદીએ ₹3.86 લાખની ઓલ-ટાઈમ હાઈ સપાટી વટાવી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 5,027.13 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે વધતા તણાવ, ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચેની ખેંચતાણ અને રશિયા-યુક્રેન વાટાઘાટો નિષ્ફળ રહેતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેનો સીધો ફાયદો સોનાને મળી રહ્યો છે.
જો ગયા વર્ષની વાત કરીએ તો, 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનું ₹76,000 હતું, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં ₹1.33 લાખ પર પહોંચી ગયું, એટલે કે લગભગ ₹57,000 (75 ટકા) નો જંગી ઉછાળો. ચાંદીમાં તો આનાથી પણ મોટી રેલી જોવા મળી હતી, જે ₹86,000 થી વધીને ₹2.30 લાખ પ્રતિ કિલો થઈ ગઈ હતી.
Gold Rate Today In India: 21 ફેબ્રુઆરી 2026: દેશના 10 મોટા શહેરોમાં સોનાના તાજા ભાવ
🔹દિલ્હી: 24 કેરેટ - ₹1,57,530 | 22 કેરેટ - ₹1,44,260 | 18 કેરેટ - ₹1,15,790
🔹મુંબઈ: 24 કેરેટ - ₹1,57,380 | 22 કેરેટ - ₹1,43,460 | 18 કેરેટ - ₹1,14,900
🔹અમદાવાદ: 24 કેરેટ - ₹1,57,430 | 22 કેરેટ - ₹1,44,310 | 18 કેરેટ - ₹1,15,350
🔹ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,57,380 | 22 કેરેટ - ₹1,44,260 | 18 કેરેટ - ₹1,15,200
🔹કોલકાતા: 24 કેરેટ - ₹1,57,380 | 22 કેરેટ - ₹1,44,260 | 18 કેરેટ - ₹1,15,200
🔹હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,57,380 | 22 કેરેટ - ₹1,44,260 | 18 કેરેટ - ₹1,15,200
🔹જયપુર: 24 કેરેટ - ₹1,57,530 | 22 કેરેટ - ₹1,44,410 | 18 કેરેટ - ₹1,15,820
🔹ભોપાલ: 24 કેરેટ - ₹1,57,430 | 22 કેરેટ - ₹1,44,310 | 18 કેરેટ - ₹1,15,350
🔹લખનૌ: 24 કેરેટ - ₹1,57,530 | 22 કેરેટ - ₹1,44,410 | 18 કેરેટ - ₹1,15,820
🔹ચંદીગઢ: 24 કેરેટ - ₹1,57,530 | 22 કેરેટ - ₹1,44,410 | 18 કેરેટ - ₹1,15,820
Silver Rate In India 21 February 2026: ચાંદીની શું છે સ્થિતિ?
21 ફેબ્રુઆરીની સવારે ચાંદી ₹2,69,900 પ્રતિ કિલો પર છે. શુક્રવારે દિલ્હી ઝવેરી બજારમાં ભાવ ₹2,64,000 પ્રતિ કિલો રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સિલ્વર 80.5 ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે. જાન્યુઆરીમાં ચાંદી ₹4 લાખ પ્રતિ કિલોનું સ્તર પણ વટાવી ચુકી છે.
દેશમાં સોના-ચાંદીના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોના અને ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતો, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત શુલ્ક (Import Duty) અને ટેક્સ સ્ટ્રક્ચર પર આધારિત હોય છે. સ્થાનિક બજારમાં માંગ અને પુરવઠો પણ કિંમતોને અસર કરે છે. IBJA દરરોજ દેશભરના અગ્રણી બજારોમાંથી ડેટા મેળવીને 'બેન્ચમાર્ક રેટ' જાહેર કરે છે, જેને આધાર માનીને ઝવેરીઓ કિંમત નક્કી કરે છે.
(નોંધ: સોનું-ચાંદી ખરીદતા પહેલા કે રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લેવી. આ સમાચાર માત્ર માહિતી આપવાના હેતુથી લખવામાં આવ્યા છે.)
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
