Gold price today : ચીન-અમેરિકાના ટેરિફ વોર વચ્ચે સોનાના ભાવમાં ભડકો, જાણો લેટેસ્ટ ભાવ
Gold price today : ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલા ટેરિફ વિવાદની સીધી અસર સોનાના બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિઓના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી તરફ વળ્યા છે, જેના કારણે તેની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.
અખિલ ભારતીય સર્રાફા સંઘના જણાવ્યા અનુસાર, શુક્રવારે સોનાની કિંમતમાં એક જ દિવસમાં 6,250 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

હાલ દિલ્હીની બજારમાં 10 ગ્રામ 99.9% શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ 96,450 સુધી પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો છે. ગુરુવારે આ ભાવ 90,200 હતો. એટલે કે એક દિવસમાં 6,250નો વધારો નોંધાયો છે.
99.5% શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત પણ ઉછળી છે. બુધવારે જે સોનાનો ભાવ 89,750 હતો તે શુક્રવારે વધીને 96,000 પર પહોંચી ગયો છે. સતત ચાર દિવસના ઘટાડા બાદ સોનામાં આવી તેજી નોંધાઈ છે.
સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદીના ભાવમાં 2,300નો ઉછાળો આવ્યો છે અને એક કિલોગ્રામ ચાંદી 95,500ના સ્તરે પહોંચી ગઈ છે. અગાઉ તેનો ભાવ 93,200 હતો. વૈશ્વિક માંગ વધવાના કારણે ચાંદીમાં પણ તેજી જોવા મળી છે.
એમસીએક્સ (MCX) પ્લેટફોર્મ પર જૂન મહિનાની ડિલિવરી માટે સોનાના ફ્યુચર કોન્ટ્રાક્ટમાં પણ ભાવ ઉછળી ગયા છે. અહીં 10 ગ્રામ સોનાનો ભાવ 1,703ના વધારા સાથે 93,736 સુધી પહોંચી ગયો છે.
અંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાના ભાવોમાં તેજી નોંધાઈ છે. હાજર સોનાનો ભાવ $3,237.39 પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો છે. એશિયાઈ બજારમાં કોમેક્સ ગોલ્ડ ફ્યુચરનો ભાવ વધીને $3,249.16 પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયો છે, જે એક રેકોર્ડ સ્તર છે. સ્પષ્ટ છે કે વૈશ્વિક સ્તરે સોનામાં ઊંચી માંગ જોવા મળી રહી છે.
ચીન-અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધી રહી છે. આવી સ્થિતિમાં સોનું એક સલામત રોકાણ વિકલ્પ બની ગયું છે, જેને કારણે તેની કિંમતો સતત ઊંચા સ્તર સર કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
