Gold Rate Today: શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Rate Today: શ્રાવણ મહિનાની શરુઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે 25 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ધટાડો થયો છે.

શ્રાવણ મહિની આજથી ગુજરાત સહિત અનેક રાજ્યમાં શરુઆત થઈ છે, ત્યારે આ શરુઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે 25 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ધટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.
સોનાનો શું છે ભાવ ?
Gold Price: આજે શુક્રવારના રોજ સોનાનો ભાવ ઘટી ગયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,110 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 93,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 1000 રુપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છે.
આ સિવાય મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,540 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,960 રૂપિયા છે.
સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 93,590 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,010 રૂપિયા છે.
ચાંદીની કિંમત
Silver Price: આ સિવાય આજે શુક્રવારના રોજ ચાંદીમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદી 1,17,1900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ 1,19,100 રુપિયાની આસપાસ હતો.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
