Fule Rates : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, જાણો આજના પેટ્રોલ અને ડીઝલની કિંમત
પેટ્રોલ અને ડીઝલના ભાવ રવિવારના રોજ પણ સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે.
Fule Rates : પેટ્રોલ અને ડીઝલના ભાવ રવિવારના રોજ પણ સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે. જો કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે, તેથી બધાને આશા હતી કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે, પરંતુ એવું થયું નથી, જો કે એક મહિના કરતા વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના સ્થિર ભાવને કારણે સામાન્ય લોકોને તાત્કાલિક રાહત મળી છે. આ શહેરોમાં પોર્ટ બ્લેયર, નોઈડા, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, શિલોંગ, પણજી, શિમલા, લખનઉ, દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી નીચે છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી : 95.41 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 109.98 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 104.67 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 101.40 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 100.58 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 95.28 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 108.20 રૂપિયા પ્રતિ લીટર
- શ્રી ગંગાનગર : 112 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 82.96 રૂપિયા પ્રતિ લીટર

આ છે આજના ડીઝલના ભાવ
- દિલ્હી : 86.67 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 94.14 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 89.79 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 91.42 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 85.01 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 86.80 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 94.62 રૂપિયા પ્રતિ લીટર

ઘરે બેઠા તેલના ભાવ તપાસો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો. અથવા
- 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP સ્પેસ પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
