Fuel Rates: ઘણા શહેરોમાં બદલાયા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે રેટ
Fuel Rates: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર, જાણો તમારા શહેરના રેટ.
નવી દિલ્લીઃ સરકારી ઈંધણ કંપનીઓએ ચેન્નઈ મહાનગરો સહિત દેશભરના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. જો કે, દિલ્લી-મુંબઈ જેવા મોટા શહેરોમાં સતત ત્રણ મહિનાથી કિંમતો સ્થિર છે. સરકારી ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે જેમાં દેશના ચાર મહાનગરોમાંથી ત્રણમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 10 પૈસા પ્રતિ લિટર વધારવામાં આવી છે. આ ઉપરાંત ગુરુગ્રામ, નોઈડા, જયપુર, લખનઉ જેવા શહેરોમાં પણ પેટ્રોલની કિંમતોમાં ફેરફાર થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત હજુ પણ સૌથી વધુ 110 રૂપિયા આસપાસ છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 95.45 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.50 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.29 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 89.44 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.52 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.81 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર લાગતો વેટ અલગ-અલગ હોવાના કારણે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર છે. મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તુ દિલ્લી અને સૌથી મોંઘુ મહારાષ્ટ્રમાં વેચાઈ રહ્યુ છે. જ્યારે પોર્ટ બ્લેયર, નોઈડા, ચંદીગઢ, દહેરાદૂન, રાંચી, શિલોંગ, પણજી, શિમલા, લખનઉ, દિલ્લીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની નીચે છે.












Click it and Unblock the Notifications
