Eternal Limited : આ કંપનીએ વિદેશી માલિકીને 49.5 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો
Eternal Limited : અગાઉ ઝોમેટો તરીકે ઓળખાતી અને હાલની ઇટર્નલ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીમાં વિદેશી માલિકીને 49.5 ટકા સુધી મર્યાદિત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ નિર્ણય હેઠળ વિદેશી રોકાણના તમામ સ્વરૂપો જેમાં સીધું, પોર્ટફોલિયો અને આડકતરું રોકાણ સામેલ છે. આ તમામને 49.5 ટકાની મર્યાદામાં રાખવામાં આવશે.

આ પ્રસ્તાવને અમલમાં મૂકવા માટે કંપનીએ શેરહોલ્ડર્સની મંજૂરી માટે પોસ્ટલ બેલેટ દ્વારા વિશેષ ઠરાવ મૂકવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી કંપનીના વ્યવસાયિક માળખામાં વધુ સુગમતા અને નિયંત્રણ મળવાની અપેક્ષા છે.
આ પગલું ભારતના વિદેશી રોકાણ નિયમોને અનુરૂપ છે, જે વિદેશી રોકાણકારોની માલિકીવાળી ઓનલાઈન માર્કેટપ્લેસને ઇન્વેન્ટરી રાખવા પર પ્રતિબંધ મૂકે છે. 49.5 ટકા વિદેશી માલિકીની મર્યાદા સાથે ઇટર્નલ લિમિટેડ ભારતીય માલિકી અને નિયંત્રણવાળી કંપની (IOCC) તરીકે ગણાશે.
આનાથી તેની ક્વિક કોમર્સ શાખા બ્લિન્કિટને માત્ર માર્કેટપ્લેસ તરીકે કામ કરવાને બદલે ઇન્વેન્ટરી રાખવાની સુગમતા મળશે. ઇન્વેન્ટરી રાખવાથી બ્લિન્કિટને ખાનગી લેબલ લોન્ચ કરવા, ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરવા અને નફાના માર્જિનમાં સુધારો કરવાની તક મળશે.
31 માર્ચ સુધીના આંકડા અનુસાર, ઇટર્નલમાં ભારતીય રોકાણકારો જેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, નાણાકીય સંસ્થાઓ અને રિટેલ શેરહોલ્ડર્સનો સમાવેશ થાય છે તેની હિસ્સેદારી 55 ટકા છે. આ નિર્ણયથી કંપનીને વ્યૂહાત્મક લાભ મળશે, જેમ કે વધુ નિયંત્રણ, ઉત્પાદન શ્રેણીનું વિસ્તરણ અને નફાકારકતામાં વધારો થશે.
ઉદાહરણ તરીકે ફર્સ્ટક્રાય જેવી અન્ય કંપનીઓએ પણ સ્થાનિક નિયમોનું પાલન કરવા અને ઓનલાઈન રિટેલ વ્યવસાયને વિસ્તારવા માટે સમાન મર્યાદા અપનાવી છે.
ઇટર્નલના આ નિર્ણયને બજારમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 17 એપ્રિલે કંપનીનો શેર BSE પર 4.4 ટકા વધીને 231.75 પર બંધ થયો હતો. જો કે, આ પ્રસ્તાવને શેરહોલ્ડર્સની મંજૂરી મળવી જરૂરી છે અને આ માટે પોસ્ટલ બેલેટની નોટિસ શેરહોલ્ડર્સ અને સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
